માંગરોળના ચંદવાણા ગામે રીટાયર્ડ આર્મીમેનો નું કરાયું સ્વાગત

0
426

જૂનાગઢ જિલના માંગરોળના ચંદવાણા ગામે રીટાયર્ડ આર્મી મેનોનું સ્વાગત કરાયું હતું જેમાં ચંદવાણા ગામના જગદીશ ડાભી અને રણજીત ડોડીયા આ બે આર્મીમેનો કે જે ભારતીય ફોજમાં સુભેદાર તરીકેની બઢતી લયને નિસ્ટાથી ફરજ બજાવેલ આર્મીમેનોનું સ્વાગત કરાયું હતું

આ આર્મીમેનો નિવ્રૂતિ લયને આજે પોતાના ચંદવાણા ગામે પરત ફરતાં ગામ લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કરીને સાલ ઓઢાડી સન્માન સાથે ગામ દેશભક્તિમાં ફેરવાયું હતું જયારે આ આર્મીમેનો ના સ્વાગત માટે કેશોદના ધારાસભ્ય દેવાભાઇ માલમ તેમજ માંગરોળના પુર્વ ધારાસભ્ય ભગવાનજીભાઇ કરગઠીયા તેમજ તાલકા પંચાયતના પ્રમુખ જેઠાભાઇ ચુડાસમા દાનભાઈ બાલસ ગોવાભાઈ ચાંદેરા પરબતભાઇ મેવાડા, સરપંચ ભાવેશ ભાઈ ડાભી સહીતના આગેવાનો જોડાયા હતા જયારે આ આર્મીમેનો દવારા ચંદવાણા ગામના યુવાનોને ફ્રી ટ્રેનિંગ આપવાની ખાત્રી આપી ગામના યુવાનો દેશની રક્ષા માટે આર્મીમાં જોડાઇ તેવી અપીલ કરી હતી

તેમજ સ્કૂલમાં ફરજ બજાવતા જાદવ ને નિવૃત્ત થતા તેમને સાલ અને મોમેટ આપી વિદાઇ માન આપ્યું હતું બેસ્ટ શિક્ષક તરિજે એવોડ મેળવેલ લાંગરી નું પણ સન્માન કરવામાં આવેલ

અહેવાલ- ઇમરાન બાંગરા, માંગરોળ