હિમાચલના ધર્મશાળામાં વાદળ ફાટવાના કારણે ભારે પૂરમાં અનેક વાહનો તણાઇ ગયા હતા.
- ધર્મશાળામાં ભારે વરસાદના કારણે પૂર આવ્યું
- ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં થયું નુકશાન
હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં વરસાદે ભારે તબાહી મચાવી હતી. ધર્મશાળાના ભાગસૂમાં સોમવારે સવારે વાદળ ફટયું હતું જે કારણે ભારે પૂર આવ્યું હતું. જોય જોતામાં એક નાના નાળાએ નદીનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પૂર આવવાના કારણે ભાગસૂનું નાળુ ઓવરફ્લો થઈ ગયું હતું. આ વિનાશક પૂરમાં અનેક વાહનો તણાઇ ગયા હતા.

ધર્મશાળાના ભાગસૂમાં સોમવારે સવારે વાદળ ફટયું હતું જે કારણે ભારે પૂર આવ્યું હતું.
ધર્મશાળામાં વાદળ ફાટવાના કારણે આવ્યું પૂર
આ નાળાની બંને બાજુએ કેટલીક હોટલ આવેલી છે. વાદળ ફાટવાના કારણે આ હોટલોને પણ ભારે નુકશાન થયું છે. ધર્મશાળામાં વાદળ ફાટવાના કારણે નદી-નાળામાં પૂર આવવાના કારણે લોકો ભયભીત થઈ ગયા છે. ભાગસૂમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો છે. સોશિયલ મીડિયા પર પૂરનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પાણીનું ભારે વહેણમાં વાહનો તણાઇ રહ્યા છે.
રવિવારે રાત્રેથી પડી રહ્યો છે વરસાદ
હિમાચલ પ્રદેશના અનેક જીલ્લામાં રવિવારે રાત્રેથી ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી અહીના લોકો ભારે ગરમીથી મુશ્કેલી અનુભવી રહ્યા હતા. જો કે વરસાદ પાડવાના કારણે લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. પરંતુ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં નુકશાન થયાના સમાચાર પણ મળી રહ્યા છે.
ચંબામાં પણ ફાટ્યું વાદળ
ચોમાસાના માહોલમાં હિમાચલ પરદેશમાં અવાર-નવાર વાદળ ફાટવાની ઘટના સામે આવે છે. ગયા દિવસોમાં પણ હિમાચલના ચંબામાં વાદળ ફાટ્યું હતુ. જે કારણે મુશળધાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદ અને વાદળ ફાટવાના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. રસ્તાઓની સાથે વાહનોને પણ ભારે નુકશાન થયું હતું.