પ્રાથમિક શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરી ન સોંપવા બાબતે માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા માંગરોળના મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ

0
412

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજરોજ માંગરોળ મામલતદાર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર પ્રાથમિક શિક્ષકોને રાષ્ટ્રીય હિત માટે ની જરૂરિયાત હોય તે સિવાયની બિન શૈક્ષણિક કામગીરી નહીં સોંપવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. પ્રાથમિક શિક્ષકોને ઈમરજન્સી રિસ્પોન્સ ફ્લડ કંટ્રોલ રૂમ માં ફરજ બજાવવા અંગે કચેરી દ્વારા હુકમ કરવામાં આવ્યું છે જે બાળકોમાં શિક્ષણમાં ખૂબ જ અડચણરૂપ થાય છે બાળકોના શૈક્ષણિક ભવિષ્ય પર અસર કરે છે. જેમાં આરટીઇ -2009 ના કાયદા મુજબ શૈક્ષણિક કાર્યમાં આપેલ કલાકો પૂર્ણ થતી નથી જેથી આ હુકમને રદ કરવા માટે માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મામલતદાર માંગરોળ ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.. તેમજ આજથી આ કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું.

અહેવાલ- ઇમરાન બાંગરા, માંગરોળ