રાજકોટમાં CM વિજય રુપાણીના દીર્ઘાયુષ્ય માટે મારુતિ યજ્ઞનું આયોજન કરાયું

0
304

રાજકોટ: રાજ્યના મુખ્યપ્રધાન અને રાજકોટના પુત્ર એવા વિજયભાઈ રૂપાણીનો આજે 64મો જન્મદિવસ છે, ત્યારે રાજ્યમાં CM રૂપાણીના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. રાજકોટના ભુપેન્દ્રરોડ પર આવેલા બાલાજી મંદિર ખાતે મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ શહેર અને ભાજપના હોદેદારો પણ જોડાયા હતા. આ યજ્ઞ દરમિયાન મુખ્ય પ્રધાનના દીર્ઘાયુ માટે બાલાજીને પ્રાર્થના કરવામાં આવી હતી.