કોરોનાની મહામારી વચ્ચે રૂબરૂ ન મળી શકતા ભાઈ-બહેને વીડિયો કોલથી રાખડી બાંધી, કોરોનામુક્ત રહેવાના આશીર્વાદ આપ્યા

0
290

રાજકોટ રહેતી બહેને ભાવનગર રહેતા ભાઈને વીડિયોકોલના માધ્યમથી રાખડી બાંધી

રાજકોટ કોરોનાએ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે. એક તરફ તહેવારો નજીક આવી રહ્યા છે અને બીજી તરફ કોરોનાની મહામારી. રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર ઘણી બહેનો તેના ભાઈને રૂબરૂ રાખડી બાંધી શકશે નહીં. ત્યારે રાજકોટમાં રહેતા માનસીબેન કાલાવડીયા તેના ભાવનગરમાં રહેતા ભાઈને રાખડી બાંધવા ન જઈ શકતાં આજે ઓનલાઈન રાખડી બાંધી છે. માનસીબેને તેના ભાઈને વીડિયો કોલના માધ્યમથી રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી છે. ત્યારે ભાઈએ બહેનને કોરોનામુક્ત રહેવાના આશીર્વાદ આપ્યા છે.

વીડિયોકોલથી રક્ષાબંધનની ઉજવી


365 દિવસ બહેનો રક્ષા માટે હાજર હોય છે
સની રૂપડા બે બહેનોનો એકનો એક ભાઈ છે. ત્યારે સની રૂપડાએ દિવ્યભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીમાં એકબીજાના ઘરે જવું ઘણુ મુશ્કેલ છે. કારણ કે જો બહેનના ઘરે જઈએ તો ત્યાં નાના બાળકો અને વડીલો હોય છે. આપણે બહાર આવતા હોય એટલે કોરોનાનો ભય વધારે રહે જેથી જોખમ લેવું તેના કરતા વીડિયો કોલથી રાખડી બાંધી છે

ઓનલાઈન રાખડી બાંધીએ રૂબરૂ રાખડી બાંધ્યા બરાબર છે
વધુમાં સનીએ જણાવ્યું હતું કે રૂબરૂ આવીને જ રાખડી બાંધીએ તો જ ભાઈની રક્ષા થાય તેવું જરૂરી નથી. આ તો આપણા મનના સંબંધ હોય છે. 365 દિવસ બહેનો રક્ષા માટે હાજર હોય છે. જેથી ઓનલાઈન રાખડી બાંધીએ રૂબરૂ રાખડી બાંધ્યા બરાબર છે. સની રૂપાડાએ બહેનોને કોરોના મુક્ત રહેવાના આશીર્વાદ આપ્યા છે.

ભાઈ સમક્ષ રાખડી મુકી તહેવાર ઉજવ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here