સુરત ગોટાલાવાડી ટેનામેન્ટના ઈજારદારને બ્લેકલિસ્ટ કરતા અસગ્રસ્તોની ભુખ હડતાળ, મહિલાની તબિયત લથડી

0
364
  • 1304 પરિવારના ભવિષ્ય સાથે ચેડા કર્યાનો આરોપ
  • પાલિકાની મુખ્ય કચેરીએ અસરગ્રસ્તોની ભુખ હડતાળ

સુરત ગોટાલાવાડી ટેનામેન્ટ રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં નિષ્ફળ ઇજારદારને બ્લેકલિસ્ટ કરવામાં આવતા અસરગ્રસ્ત 1304 પરિવારમાં રોષને માહોલ છે. પાલિકાની મુખ્ય કચેરીએ અસરગ્રસ્તો ભુખ હડતાળ કરી રહ્યા છે. આ સાથે શાસકોની હાય હાય બોલાવી હતી. ઇજારદાર ભાડું સાથે બાંધકામ ચાલુ કરવાની બાંયધરી આપવા છતાં તેને બ્લેકલિસ્ટ કરાયો હોવાનો આરોપ અસરગ્રસ્તોએ મૂક્યો છે. દરમિયાન ભુખ હડતાળ કરી રહેલી એક વૃદ્ધ મહિલાની તબિયત લથડી હતી. જેથી તેને સ્થળ પર જ સારવાર આપવામાં આવી છે.

અત્યારે કોણ નવો બિલ્ડર આવશે
અસરગ્રસ્તોનું જણાવવું છે કે, ઇજારદાર જે.પી.ઇસ્કોન સ્ટેન્ડીંગ કમિટીમાં રુબરુ હાજર થઈને 1304 પરીવારને ભાડું આપવાનું તેમજ બાંધકામ ચાલુ કરવાનું હકારાત્મક નોટરી અંગેનું બાંયધરી પત્ર રજૂ કર્યું હતું. પરંતુ સ્ટેન્ડીંગ કમિટીએ બિલ્ડરને ખોટી રીતે બ્લેક લિસ્ટ કરી 1304 પરીવારના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે. જો કદાચ આ નોટરી કરેલી બાંયધરી પત્રનો ઉપયોગ કરી બિલ્ડર કોર્ટમાંથી સ્ટે લાવશે તો અસરગ્રસ્તોનું શુ થશે ? હાલના મંદીના મહોલમાં નવો કોઈ બિલ્ડર આવશે તેવું દેખાતું નથી.

ભાજપના પૂર્વ કોર્પોરેટર પણ હડતાળમાં જોડાયા
ગોટાલાવાડી ટેનામેન્ટના 1304 પરિવાર દ્વારા પાલિકાની મુખ્ય કચેરીએ ભુખ હડતાળ કરવામાં આવી રહી છે. ત્યારે આજે ભાજપના પૂર્વ કોર્પોરેટર પણ હડતાળમાં જોડાયા છે. દરમિયાન એક વૃદ્ધ મહિલાની તબિયત લથડી હતી. જેને તેને સ્થળ પર જ ડોક્ટર દ્વારા સારવાર આપવામાં આવી હતી.

ઇજારદારની ભૂતકાળની કામગીરી જોઇ બ્લેકલિસ્ટ કર્યો
મેયર ડો. જગદીશ પટેલએ જણાવ્યું હતું કે, ઇજારદારે હાલમાં એક મહિનાનું ભાડું ચુકાવવાની બાંયધરી આપી બાકીના 11 મહિનાના ભાડા અંગે શિડ્યુઅલ ગોઠવવાની વાત કરી હતી. પરંતુ ભૂતકાળમાં અગાઉ માત્ર એકવાર ભાડું ચુકવીને પછી આપવાનું બંધ કરી દીધું હતું. બે વર્ષથી પ્રોજેકટ લેટ ચાલે છે. નથી ભાડા રેગ્યુલર આપ્યા કે બાંધકામ શરૂ કર્યુ નથી. જેથી બ્લેકલિસ્ટ કરાયો છે. અમે અસરગ્રસ્તોને પણ આ જ સમજાવ્યું છે અને તેઓ સાથે વાત પણ ચાલે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here