અરવલ્લી : મોડાસા તાલુકા નિવૃત કર્મચારી મંડળ દ્વારા મોડાસા મહાજનને ૫૧ હજાર રૂપિયાનો ચેક અર્પણ કરાયો

0
531

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકા નિવૃત કર્મચારી મંડળ દ્વારા મોડાસા મહાજન મંડળ ટ્રસ્ટ ને મોડાસા સ્મશાનને વિકસાવવા અને સ્વર્ગવાસ થયેલ વ્યક્તિ ના અંતિમ ધામમાં વિનામૂલ્યે ખૂબ જ સુંદર કામગીરી કરતું મોડાસાનું એકમાત્ર મોડાસા મહાજન મંડળ ટ્રસ્ટ ને આર્થિક સહાય રૂપે મંડળના તા.૦૬/૦૭/૨૧ ના કારોબારીના ઠરાવ મુજબ રૂપિયા ૫૧૦૦૦/ (એકાવન હજાર પુરા)નો ચેક મહાજન મંડળના પ્રમુખ જયેશભાઈ દોશીને નિવૃત કર્મચારી મંડળના પ્રમુખ શંકરભાઇ જે પટેલ, મંત્રી વિઠ્ઠલભાઈ પરમાર, ઉપપ્રમુખ લાલાભાઇ વણકર તથા સહમંત્રી ચંદ્રકાન્તભાઈ સુથાર દ્વારા તા.૧૨/૦૭/૨૧ ના રોજ અર્પણ કરવામાં આવેલ છે

વધુમાં તા.૦૬/૦૭/૨૧ના કારોબારીના ઠ. મુજબ જે પેન્શનરો એ મંડળને રૂ. ૫,૦૦૦ થી રૂ. ૧૦૦૦૦/ સુધીનું દાન આપનાર પેન્શનર ના પરિવારને રૂ. ૫૦૦૦/ તથા રૂ. ૧૧૦૦૦/ અને તેથી વધુ દાન આપનાર પેન્શનરના પરિવારને રૂ. ૧૧૦૦૦/ આર્થિક સહાય દાન આપનાર પેન્શનરનું સ્વર્ગવાસ થયેથી તેમના ફેમિલી વારસદારને ચેકથી તા.૦૧/૦૮/૨૧ થી અમલ કરી ચૂકવવા સર્વાનુમતે ઠરાવવામાં આવેલ છે તો દરેક પેન્શનરો એ નોંધ લેવા વિનંતી છે.

અહેવાલ- જગદીશ પ્રજાપતિ, અરવલ્લી