રાજકોટ : વોર્ડ નં. ૧૩માં કોઠારીયા વિસ્તારમાં ટી.પી. રોડ પરના અનધિકૃત બાંધકામો દુર કરાયા: રૂ. ૧૨.૮૦ કરોડની જમીન ખુલ્લી કરાવાઈ

0
335

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે તા. ૧૩-૦૭-૨૦૨૧ ના રોજ કોઠારીયા વિસ્તારમાં રૂ. ૧૨.૮૦ કરોડના મૂલ્યની ૩૧૮૧.૦૯ ચો.મી. જેટલી જમીન પરના અનધિકૃત બાંધકામો દુર કરવામાં આવ્યા હતા. મ્યુનિ. કમિશ્નર

અમિત અરોરાની સૂચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઑફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ તા.૧૩/૦૭/૨૦૨૧ના રોજ શહેરના વોર્ડ નં.૧૩ માં આવેલ ટાઉન પ્લાનિંગ સ્કીમ નં.- ૧૩ (કોઠારીયા), વિસ્તારમાંટી.પી.રોડનાદબાણ દૂર કરવા ડિમૉલિશન હાથ ધરવામાં આવેલ. જેની વિગતો નીચે મુજબ છે. ક્રમ દબાણની વિગત ખુલ્લી કરેલ જમીનનું(આશરે) ક્ષેત્રફળ ચો.મી. ખુલ્લી કરાવેલ જમીન ની કીમત ૧. વોર્ડ નં. ૧૩ માં ટી.પી.સ્કીમ. નં.-૧૩ (કોઠારીયા), એફ.પી.૧/બી, ૧/એ, ૧/૩માં આવેલ ૭.૫૦ મીટરના રોડ  માં થયેલ અંદાજે ૮દબાણોદૂર કરવામા આવેલ છે.

૪૮૫.૬૮ ચો.મી. ૨,૦૦,૦૦,૦૦૦/- ૨.   વોર્ડ નં. ૧૩ માં ટી.પી.સ્કીમ. નં.-૧૩ (કોઠારીયા), એફ.પી.૨/૨, ૨/૧, ૪, ૨/એ માં આવેલ ૧૨.૦૦ મીટરના રોડ માં થયેલ અંદાજે ૪૧દબાણોદૂર કરવામા આવેલ છે. ૧૩૬૪.૯૭ ચો.મી. ૫,૫૦,૦૦,૦૦૦/- ૩.   વોર્ડ નં. ૧૩ માં ટી.પી.સ્કીમ. નં.-૧૩ (કોઠારીયા), એફ.પી. ૨/એ માં આવેલ ૧૫.૦૦ મીટરના રોડ  માં થયેલ અંદાજે ૩૨ દબાણોદૂર કરવામા આવેલ છે. ૧૩૩૦.૪૪ ચો.મી. ૫,૩૦,૦૦,૦૦૦/-   કુલ દબાણ૮૧ નંગ ૩૧૮૧.૦૯ ચો.મી. ૧૨,૮૦,૦૦,૦૦૦ /-   (બાર કરોડ એસી લાખ ) આ ડીમોલેશનમાં ટાઉન પ્લાનીંગ શાખાના આસી.ટાઉન પ્લાનર એસ.એસ.ગુપ્તા,વી.વી.પટેલ,એ.એચ.દવે તથા આસી.એન્જી.વિજય બાબરિયા,એડી.આસી.એન્જી, અશ્વિન પટેલ, મનોજ પરમાર, જયંત ટાંક, એસ.એફ.કડિયા, સી.વી.પંડિત,વર્ક આસી. સિસોદિયા અનિરુધ્ધસિહ, ઉદય ટાંક,તથા સર્વેયર યુ.યુ.પટેલતથા સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોનના તમામ ટેકનીકલ  ટી.પી. સ્ટાફ હાજર રહેલ. આ ઉપરાંત સ્થળ પર રોશની શાખા પી.જી.વી.સી.એલ. ની ટીમ સાથે, દબાણ હટાવ શાખા, ફાયર બ્રિગેડ શાખા, એસ.ડબલ્યુ.એમ શાખા, બાંધકામ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ તથા માલવિયાનગર પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here