કોરોના વોરિયરઃ ભાઈ જૂનાગઢમાં DDO, એક બહેન રાયગઢના કલેક્ટર તો બીજા સુરતમાં DCP, ભાગ્યેજ સાથે મનાવે છે રક્ષા બંધન

0
820
  • રક્ષાબંધન તહેવાર કરતા દેશની રક્ષાને આપે છે પ્રાધાન્ય
  • કોરોનાનાં કારણે આ વર્ષે પણ બન્ને બહેનો ઓનલાઇન રાખડી બાંધશે

અમદાવાદ શ્રાવણ મહિનાની પૂનમે ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરાય છે. પરંતુ દેશ સેવા અને ફરજો સાથે જોડાયેલા અનેક ભાઈ-બહેન રક્ષાબંધનનો આ તહેવાર સાથે ઉજવી શકતા નથી. આજે વાત કરવી છે કોરોના વોરિયર એવા IAS અને IPS ભાઈ-બહેનોની. મૂળ રાજસ્થાનના અને ગુજરાત કેડરમાં IAS ઓફિસર પ્રવિણ ચૌધરીને બે મોટી બહેનો છે. બંને IAS અને IPS ઓફિસર છે. રક્ષાબંધન તહેવાર કરતા દેશની રક્ષા અને ફરજને તેઓ પ્રાધાન્ય આપે છે. રક્ષાબંધન ભાઈ- બહેનનો પવિત્ર અને એકબીજાની લાગણી સાથે જોડાયેલો તહેવાર છે, પરંતુ દેશ સેવામાં હાજર રહી અને કોરોનાનાં કારણે આ વર્ષે પણ બંને બહેનોના હાથે રાખડી નહીં બાંધી ઓનલાઇન રાખડી બાંધશે.

જૂનાગઢ DDO પ્રવિણ ચૌધરીના એક બહેન IAS તો બીજા બહેન IPS
મૂળ રાજસ્થાનના રહેવાસી ગુજરાત કેડરના 2016ના IAS અને હાલમાં જૂનાગઢ DDO પ્રવિણ ચૌધરીની બે મોટી બહેનો છે જેમાં સૌથી મોટી બહેન નિધિ ચૌધરી મહારાષ્ટ્ર કેડરમાં IAS ઓફિસર છે અને રાયગઢ કલેકટર છે. જયારે બીજી બહેન વિધિ ચૌધરી ગુજરાત કેડરમાં IPS ઓફિસર છે અને હાલમાં સુરતમાં ઝોન 3 ડીસીપી તરીકે ફરજ બજાવે છે.

દેશ સેવામાં જોડાયેલા હોવાથી ક્યારેક જ આ તહેવાર સાથે ઉજવ્યો છે
પ્રવિણ ચૌધરીએ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એક બહેન IAS અને બીજી IPS ઓફિસર છે. રક્ષાબંધનએ લાગણી સાથે જોડાયેલો તહેવાર છે. ત્રણેય ભાઈ- બહેન સરકારી અધિકારીઓ છે અને દેશ સેવામાં જોડાયેલા છે જેથી આ તહેવાર ક્યારેક જ સાથે ઉજવી શક્યા છે. ત્રણેયના પોસ્ટિંગ દર રક્ષાબંધનમાં અલગ અલગ શહેરમાં હોય છે અને ખાસ કરીને વિધિ આ તહેવારમાં આવી શકતી નથી કારણકે તેઓ IPS ઓફિસર છે અને તહેવારો દરમિયાન લો એન્ડ ઓર્ડરની જવાબદારી હોય છે, સ્ટેન્ડ ટુ હોય છે જેના કારણે તેઓ રક્ષાબંધનમાં રાખડી મોકલી આપે છે અને વીડિયો કોલ કરી રાખડી બાંધીએ છીએ.

2018માં બન્ને બહેનોએ ઘરે આવીને રાખડી બાંધી હતી
છેલ્લે વર્ષ 2018માં જયારે જુનાગઢમાં પોસ્ટિંગ હતું ત્યારે રક્ષાબંધનના એક અઠવાડિયા પહેલા બંને બહેનો જૂનાગઢ આવી હતી અને રાખડી બાંધી રક્ષાબંધન પર પરત પોતાના ફરજ પર હાજર થઈ ગઈ હતી. આ વર્ષે કોરોના મહામારી ચાલી રહી છે જેના કારણે સતત ફરજ પર હાજર છીએ. આ વર્ષે પણ બંને બહેનોએ રાખડી મોકલી આપી છે અને વીડિયો કોલ કરી રાખડી બાંધી તહેવાર ઉજવીશું.

અમે વર્ષમાં એકવાર ભેગા મળીને સાથે સમય ગાળીએ છીએ
સુરતમાં ઝોન 3 તરીકે ફરજ બજાવતા વિધિ ચૌધરીએ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મોટાભાગે રક્ષાબંધન હોય કે અન્ય તહેવાર ભાઈ- બહેનો સાથે ઉજવી શકતા ન હતા. છેલ્લે 2018માં રક્ષાબંધનમાં બંને બહેનોએ એડવાન્સમાં જઈ ભાઈને રાખડી બાંધી રક્ષાબંધન ઉજવી લીધી હતી. રક્ષાબંધનમાં ત્રણેય ભાઈ- બહેન સાથે નથી મળી શકતા પરંતુ વર્ષમાં એકવાર તો અમે ત્રણેય ભાઈ- બહેન સાથે મળી એકબીજા સાથે સમય ગાળીએ છીએ. આ વર્ષે કોરોના મહામારી છે અને હું પોતે પણ કોરોના પોઝિટિવ આવી હતી. આ મહામારીના સમયમા રજા ન જ લેવાય અને હાલમાં ડયુટી પણ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here