જામનગર જિલ્લા તંત્ર માટે ખેડૂતના ખેતર કરતા, કપચીનો ભરડિયો મહત્ત્વનો!!!

0
400

જામનગર તાલુકા, જિલ્લાના વહીહતી તંત્ર માટે ગામ દડીયાના ખેડૂતોની ખેતીની જમીન ડુબાડતો, પાણીના કુદરતી વહેણ વચ્ચે ચાલતો ભરડિયો વધારે ઉપયોગી અને મહત્ત્વનો છે. તાલુકા મામલતદાર અને કલેકટરને વારંવાર રજુઆત કરવા છતાં, ગ્રામસેવક અને મામલતદારની સ્થળ મુલાકાત છતાં પાણીના કુદરતી વહેણમાં ચાલુ થયેલો ભરડિયો જિલ્લા વહીવટી તંત્ર બંધ નથી કરી શકતું.

સુપ્રીમ કોર્ટ અને ગુજરાતની હાઇકોર્ટે વારંવાર કહ્યું છે કે, પાણીના કુદરતી વહેણ, તળાવો કે નદીને અવરોધ થાય એવી કોઈ પ્રવૃત્તિ કરી ના શકાય. આ ચુકાદાઓ કદાચ જામનગર મામલતદારને લાગુ પડતા નહીં હોય?

ખેડૂતોએ વારંવાર ફિરયાદ કરી છે, ગ્રામસભાએ 2018માં ઠરાવ કર્યો છે, છતાં, ખેડૂતોના ખેતરો ડુબાડીને ભરડિયો ચાલવા દેવામાં આવે છે. આટલા બળવાન આશીર્વાદ કોના હશે કે મામતદાર પગલાં ભરવાને બદલે ખેડૂતોના ફોન પણ નથી ઉપાડતા?

તંત્ર વહેલામાં વહેલી તકે આ બાબતે સ્થળ તપાસ કરે, ખેડૂતોને થયેલા જમીન ધોવાણ અને પાક નુકશાનીનો વળતર ચૂકવે.

શું ખેડૂતોએ દરેક બાબતે હાઇકોર્ટમાં જવું ફરજીયાત છે? તંત્ર તો જ પગલાં ભરે જો હાઇકોર્ટ હુકમ કરે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here