કાલાવડના ટોળા ગામની મંદિર ચોરીનો ભેદ ખુલ્યો : બે કિશોરે હાથ માર્યો હતો

0
447

નીકાવા કાલાવડના ટોળા ગામે ફળઃ પરિવારના સુરાપુરાદાદાના મંદિરે! રૂ.૯ હજાર સાથેની દાનપેટીની થયેલી ચોરીના બનાવનો ભેદ ઉકેલી બે કિશોરની અટકાયત કરી છે.

કાલાવડ તાલુકાના ટોળા ગામે આવેલ ફળદુ પરિવારનાં સુરાપુરા દાદાના મંદીરે મંદીર બહાર જાહેરમાં રાખવામાં આવેલ લોખંડની દાનપેટી કોઈ અજાણ્યા ઈસમો ઉપાડી જઈ રોકડા રૂપિયા આશરે ૯૦૦૦ની ચોરી કરી લઈ ગયેલાની ફરિયાદ દાખલ માતા-પિતાની હાજરીમાં રોકડ અને સાધનો કબ્જે કર્યા થયેલ હતી. થાણા અધિકારી પો.સબ.ઈન્સ. એચ.વી.પટેલ તથા સ્ટાફે મંદીરની આજુબાજુ ૫૦૦ મીટર ના ટાવર ડમ્પની ડીટેઈલ્સ મેળવતા તેમાં અલગ અલગ મોબાઈલ નંબરો આવેલ હતા જેમાં શંકાસ્પદ જણાતા નંબરો ચેક કરતા બે કિશોર મળી આવેલ હતા. બન્ને ઈસમોની પુછપરછ કરતા બન્ને એ મંદીરે થયેલ ચોરીની કબુલાત આપેલ હતી.

બન્ને કિશોરોના માતાપિતાની હાજરીમાં બત્રેએ સંતાડેલ ચોરીના રોકડા રૂપીયા ૫૪૦૦ તથા ચોરીમાં ઉપયોગમાં લોખંડની હથોડી તથા છીણી તથા લોખંડનો દાઢો કબ્જે કરેલ
છે.આ કામગીરી રાજેશભાઈ કરમુર, આર.કે.ઝાલા, મયુરસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, માલદેવર્સિંહ ઝાલા, હીંતેશભાઈ કઠે ચીયા, પ્રકાશભાઈ બોરીચા દ્વારા કરવામાં આવેલ હતી.