વિશ્વ વસ્તી દિન નિમિત્તે નંદનવન હેલ્થ સેન્ટર દ્વારા આંગણવાડીની બહેનો માટે સેમિનાર યોજાયો

0
291

મહિલાઓને કુટુંબ નિયોજન અંગે વિશેષ માર્ગદર્શન અપાયું

રાજકોટ સમગ્ર વિશ્વમાં તા. ૧૧ જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ આરોગ્ય કેન્દ્ર ખાતે આ દિવસની ઉજવણી કરી મહિલાઓમાં કુટુંબ નિયોજન અંગે સમજ પુરી પડાઈ હતી. નંદનવન આરોગ્ય કેન્દ્ર દ્વારા શિવપરા આંગણવાડી ખાતે તા. ૧૨ જુલાઈના રોજ મહિલાઓમાં જાગૃતિ અર્થે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મહિલા સભ્યો દ્વારા ઉપસ્થિત મહિલાઓને કુટુંબ નિયોજન અંગે ઓડિયો વિઝયુઅલ ફોર્મમાં માર્ગદર્શન પૂરું પડાયું હતું.

મહિલાઓને સુરક્ષિત બાળ, બે બાળક વચ્ચે અંતર, ગર્ભ અટકાવવા વિવિધ નિયોજનનું માર્ગદર્શન પૂરું પડાયું હોવાનું મેડિકલ ઓફિસર વિકાસ ચાવડાએ જણાવ્યું છે.