પબુભાએ મોરારિબાપુ પર કરેલા હુમલાના પ્રયાસનો મુદ્દો હજું શમ્યો નથી. આ મામલે બંને પક્ષે સમાધાનકારી વલણ લાવવા માટે ભાજપે કવાયત હાથ ધરી છે. ભાજપના નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ભરત પંડ્યા દ્વારકામાં પહોંચ્યા છે.
- પબુભા માણેકના વિવાદનો મુદ્દો
- ભાજપના સમાધાન માટેના પ્રયાસો
- ભાજપના નેતા દ્વારકા પહોંચ્યા
ઉલ્લેખનીય છે કે, બંને નેતાઓએ દ્વારકામાં કર્યું રાત્રિ રોકાણ કર્યું હતું. તેમજ જામનગરના સાંસદ પૂનમ માડમ સાથે મુલાકાત કરી હોવાની ચર્ચા પણ છે. અગાઉ બંને નેતાઓએ મોરારિબાપુ સાથે પણ મુલાકાત કરી હતી. આ બંને નેતા મોરારિબાપુ-પબુભા વચ્ચે સમાધાનની ફોર્મ્યુલા ઘડી શકે છે. બંને નેતા નાગેશ્વરના દર્શન માટે પણ જશે.
શું બની હતી ઘટના ?
- સુશાંત સિંહના કેસમાં કાર્યવાહી થઈ અને આ અભિનેત્રી ઘરેથી ગાયબ, શોધી રહી છે પોલીસ
- વેક્સિન આવે તે પહેલાં જ મચી દોડધામ, આ દેશે વધુ 6 કરોડ ડોઝ ખરીદી લીધાં
- પૂર્વ IAF ચીફ ધનાઓનું મોટુ નિવેદન, કહ્યું કે હું નહોતો ઇચ્છતો કે Rafale ડીલ પણ…
વિવાદનો અંત આવે તે માટે મોરારિ બાપુ દ્વારકાધીશ મંદિરે માફી માંગવા પહોંચ્યા હતા. આ સમયે પબુભા માણેકે મોરારિબાપુ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે પબુભા મોરારિ બાપુ તરફ જઇ રહ્યા છે, આ દરમિયાન પૂનમ માડમ અને અન્ય એક વ્યક્તિ દ્વારા તેમને રોકી દેવામાં આવે છે. આ દરમિયાન પબુભા માણેકે અણછાજતા શબ્દો પણ કહ્યા હતા. જોકે અંતે પૂનમ માડમે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો.
મોરારિબાપુ પર હુમલાના પ્રયાસ સંદર્ભે પબુભા માણેકે પોતાનો બચાવ કરતા કહ્યું કે, મને ખોટી રીતે બદનામ કરાયો છે. મારે ફકત સવાલ કરવો હતો. અર્થનો અનર્થ કરવામાં આવ્યો છે.
હું મોરારિ બાપુને સવાલ પુછવા જતો હતો આ દરમિયાન પકડાપકડી થવા લાગી હતી. મારે મોરારિ બાપુને પૂછવું હતું કે, બલરામજી અંગે કયા પુસ્તકમાં વર્ણન છે. વીટીવીની વાતચીત દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે, જેને જે સમજવું હોય તે સમજે.