શિહોર ટાણા ચોકડી પાસેથી છોટા ઉદેપુર બસ માંથી ઇગ્લીશ દારૂ બોટલ નંગ-૯૬ કિ.રૂ.૨૮,૮૦૦/- નો મુદામાલ સાથે બે ઇસમોને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

0
284

ભાવનગર રેન્જ ભાવનગરના મ્હે.નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર  યાદવ ની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવ નગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં  માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ/જુગારની બદીનેસ નાબુદ કરવા અને ગુન્હામાં નાસ્તા ફરતા આરોપી ઓ પકડી લેવા માટે સખત સુચના આપેલ.

જે સુચના આઘારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શિહોર વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પો.કો. શકિતસિંહ સરવૈયા ને બાતમીરાહે હકીકત મળેલ કે ગારીયાધાર-છોટા ઉદેપુર રૂટની સરકારી બસ જેના રજી.નં.GJ 18 Z 3073 ની છોટા ઉદેપુરથી ગારીયાધાર તરફ આવી રહી છે.તેમાં પ્રતાપસિંહ હેમતસિંહ રાઠોડ રહે-કાળીયાબીડ, નારેશ્વર સોસાયટી, ભાવનગર વાળો તથા  જિજ્ઞેશભાઇ મનજીભાઇ વાઘેલા રહે-મોટી વાવડી તા-ગારીયાધાર જી.ભાવનગર વાળાઓ સાથે મળીને બસમા ભારતીય બનાવટનો વિદેશી દારૂ થેલામા ભરીને ગારીયાધાર બાજુ આવી રહ્યા છે અને તેઓ બન્ને બસની છેલ્લી શીટમા બેઠેલ છે.તેવી ચોક્કસ હકીકત મળતા ઉપરોક્ત બસને સિહોર ટાણા ચોકડી પાસે રોકતા સદરહુ બસમા ઝડતી તપાસ કરતા બાતમી વાળા બંન્ને  ઇસમો હાજર મળી આવતા  (૧)  પ્રતાપસિંહ હેમતસિંહ રાઠોડ ઉ.વ.૪૨ રહે-કાળીયાબીડ, નારેશ્વર સોસાયટી, ભાવનગર (ર)  જિજ્ઞેશભાઇ મનજીભાઇ વાઘેલા રહે-મોટી વાવડી તા-ગારીયાધાર જી.ભાવનગર વાળાઓ હોવાનુ જણાવેલ મજકુર બન્ને ઇસમો પાસેથી જુદી-જુદી બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશીદારૂની અલગ અલગ કંપનીની બોટલો મળી આવેલ જેમાં ROYALBARPRESTIGE GRAIN WHISKY બોટલો નંગ- ૬૪ તથા ROYAL SELECTDELUXE WHISKY  બોટલો નંગ- ૧૨ તથા  GOA SPIRIT OF SMOOTHNESS બોટલો નંગ- ૨૦ કુલ બોટલ નંગ-૯૬ કુલ કિ. રૂ.૨૮,૮૦૦/- ગણી.બંન્ને આરોપીઓ વિરૂધ્ધમાં શિહોર પોલીસ સ્ટેશનમાં પ્રોહી એકટ મુજબનો ગુન્હો દાખલ કરાવેલ છે.

                આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. .વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજા તથા  સ્ટાફના હેડ કોન્સ. તિરૂણસિંહ સરવૈયા તથા કુલદિપસિંહ ગોહિલ તથા શકિતસિંહ સરવૈયા વિગેર સ્ટાફના માણસો જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here