બોટાદ ટાઉનમાં મેમણ કોલોની જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને રોકડ રૂપિયા ૧૭,૩૯૦/- સાથે ઝડપી લેતી

0
309

આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ તથા બોટાદ ટાઉન પોલીસ

ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદ્તર બંધ કરવા સારૂ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકએ ખાસ ઝુંબેશ ઉપાડેલ હોય જે અન્વયે તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર ની સુચના તથા માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો બોટાદ જીલ્લામાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફને મળેલ બાતમી આધારે બોટાદ પો.સ્ટે.ના સ્ટાફના માણસોએ બોટાદ ટાઉનમાં મેમણ કોલની ખાતે જાહેરમાં ગંજીપાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા ઇસમો

(1) જીતુભાઇ કરશનભાઇ પરમાર ઉ.વ.૪૨

(૨) શબ્બીરભાઇ હાસમભાઇ ગઢીયા ઉ.વ.૩૭ 

(૩) ચેતનભાઇ દીનેશભાઇ સોલંકી ઉ.વ.૩૫

(૪) ટપુભાઇ માવજીભાઇ બથવારા ઉ.વ.૬૦ રહેવાસી- તમામ બોટાદ

         વાળાઓને રોકડ રૂપિયા રૂ|.૧૭,૩૯૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ અને નાસી ગયેલ ઇસમ (૧) લાલીયો ઉર્ફે લાલો રાજુભાઇ (૨) હબીબભાઇ રસુલભાઇ તળાજીયા (૩) ગુલ્લુ રાજુભાઇ (૪) સોહીલ જીગરભાઇ સીપાઇ (૫) અલ્તાફ ઉર્ફે મકો રસુલભાઇ ધંધુકીયા રહેવાસી-તમામ બોટાદ વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી બોટાદ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

        આ કામગીરીમાં આર.આર.સેલ.ના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર ની સુચનાથી હેડ કોન્સ. અરવિંદભાઇ મકવાણા તથા જીતેન્દ્રભાઇ મકવાણા તથા જયેશભાઇ ધાધલ તથા પોલીસ કોન્સ.જયપાલસિંહ ગોહીલ તથા નિતીનભાઇ ખટાણા તથા બોટાદ પો.સ્ટે.નો સ્ટાફ વિગેરે જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here