ઘોઘંબાના દામાવાવ વિસ્તારમાં MGVCL ના સબ સ્ટેશનની લોકમાંગ

0
127

ઘોંઘબા -છાસ વારે વિજળી ગુલ થતાં પ્રજા પરેશાન

ઘોઘંબા તાલુકામાં એક સો પચ્ચીસ થી વધારે ગામો અને ફળીયા આવેલાં છે જેમાં હાલ એક માત્ર ઘોઘંબાના એમજીવીસીએલ ના સબ સ્ટેશનથી આખા તાલુકામાં વિજળીનો પુરવઠો આપવામાં આવી રહ્યો છે તેથી કેટલાય ગામોમાં વિજળીનો પુરતો પુરવઠો મળતો નથી અને એમાંય તાલુકામાં કોઇ જગ્યાએ વિજળીના થાંભલા કે વાયર બાબતે ટૅકનીકલ ખામી થઈ હોય તો સમગ્ર પંથકમાં અંધારપટ છવાય જાય છે. ઘણાં ગામડાઓમાં બે બે દિવસ સુધી વિજળી મળતી નથી તેવા સંજોગોમાં ખેતી અને દુકાન જેવા નાના ગૃહ ઉદ્યોગો માટે મુશ્કેલી ઉભી થાય છે જેવી સમસ્યા પંથકના લોકો પાસે થી જાણવા મળતાં ઘોઘંબા તાલુકા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ગોધરા ખાતે જિલ્લા કલેકટર તેમજ એમજીવીસીએલ કચેરીએ એક આવેદનપત્ર આપીને ઘોઘંબા તાલુકાના દામાવાવ વિસ્તારમાં એક અલગ સબ સ્ટેશનની માંગ કરવામાં આવી છે.

છાસ વારે વિજળી ગુલ થવાની લોકોની રજુઆત બાબતે જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ ઘોઘંબા સબ સ્ટેશનના હેડ તિવારી સાહેબ સાથે ટેલીફોનીક વાત કરી હતી અને ચોમાસામાં વારંવાર વિજળીની સમસ્યા ઉભી ના થાય તે માટે પુરતી વ્યવસ્થા અને કાળજી લેવા બાબતે જણાવ્યું છે. જિલ્લા સહ સંગઠન મંત્રી પ્રવિણભાઈ વરીયા, જિલ્લા બક્ષીપંચ સમિતિના મહામંત્રી અરવિંદભાઈ બારીઆ, તાલુકા સહ સંગઠન મંત્રી દિનેશભાઇ, શહેરા તાલુકા પ્રમુખ અરવિંદભાઈ માછી તથા રંગીતભાઇ બારીઆ સહિતના કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

અહેવાલ- ગણપત મકવાણા, પંચમહાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here