ગોંડલ ના યુવા આગેવાન કુલદીપસિંહ જનકસિંહ જાડેજા(કાલમેઘડા) દ્વારા ગોંડલ નગરપાલિકા ને લેખિત મા રજુઆત કરતા જણાવ્યું હતું કે
હાલ ચોમાસા ની સિઝન હોય તેમજ સાંજ ના સમયે રસ્તા પર રખડતા ઢોર ની સંખ્યા વધુ હોય ત્યારે અકસ્માત થવાનો ભય વધુ રહે છે. શહેર ના વધુ વાહન ચાલક વિસ્તારો સમાન તેમજ મુખ્ય માર્ગ સમાન કોલેજ ચોક થી બસ સ્ટેન્ડ સુધી સાંજ ના સમયે રખડતા ઢોર નું પ્રમાણ ખૂબ જ વધુ હોય છે. જેના લીધે અકસ્માત થવાનો ભય રહે છે. આ માટે અગાઉ સાવચેતી રૂપે નગરપાલિકા દ્વારા રખડતા ઢોર માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, હાલ રસ્તા પર વાહન ચાલકો તેમજ રાહદારીઓ ને ખૂબ જ મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે તેમજ આગામી દિવસો મા અકસ્માત પણ થવાની ભીતિ રહે છે તો આ અંગે રખડતા ઢોર માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.