મેતા ખંભાળીયા ગામે નદીના પટમાં જુગાર રમતા સાત પત્તા પ્રેમીઓ રૂ 1,14,610 ના મુદ્દામાલ સાથે ઝડપાયા

0
412

ગોંડલ તાલુકાના મેતા ખંભાળીયા ગામે આવેલ નદીના પટમાં બાવળના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલ જેન્તી ઝીણાભાઈ હિરપરા, અનિલ કેશુભાઈ પરવાડીયા, રમેશ ડાયાભાઇ મારુ, રસિક જીવરાજભાઈ છાત્રોલા, રાજેશ રમેશભાઈ રાઠોડ, શૈલેષ છગનભાઈ પરવાડીયા તેમજ ચંદુ વિઠ્ઠલભાઈ વિકાણી ને રોકડા રૂપિયા 23610, મોબાઈલ નાગ 7, વાહન – 4 મળી કુલ રૂ 1,14,610 ના મુદ્દામાલ સાથે પકડી પાડી વધુ કાર્યવાહી તાલુકા પોલીસના જમાદાર વિપુલભાઈ ગુજરાતી હાથ ધરી હતી.