શહેરા તાલુકામાં 300 કરતાં વધુ રજીસ્ટર સંખ્યા ધરાવતી શાળાઓના ગુણોત્સવ 2.O ના પરિણામના આધારે શાળાઓના શૈક્ષણિક અને સહ શૈક્ષણિક હેતુઓના ઉત્તમ ગુણાંક લાવવા માટે બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ. કલ્પેશ આર.પરમારના આયોજન મુજબ તારીખ 15 અને 16 જુલાઈ 2021 ના રોજ તાલુકાની 11 શાળાઓને 6 ગ્રૂપમાં વિભાજીત કરવામાં આવી હતી. જેમાંથી ગ્રુપ નંબર 1, 3 અને 5 એ પ્રથમ દિવસ ગ્રુપ નંબર 2, 4 અને 6 ની શાળાઓની મુલાકાત લીધી હતી. તે મુજબ બીજા દિવસે અજમાન શાળા મુલાકાતી શાળા બની હતી. શાળા મુલાકાત દરમિયાન મુખ્ય શિક્ષક, મદદનીશ શિક્ષકો અને સી.આર.સી.કો.ઓર્ડીનેટર ઉપસ્થિત અન્ય શાળાઓની સમીક્ષા કરી હતી. યજમાન શાળાના આચાર્ય દ્વારા મુલાકાતી શાળાઓને પોતાની શાળાની ભૌતિક સુવિધા, ગુણોત્સવ 2.O નું પરિણામ જેમાં અધ્યયન અને અધ્યાપન, શાળા સલામતી, સંચાલન, રાજ્ય દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગીદારી, પ્રાર્થનાસભા, શાળા પુસ્તકાલયનો ઉપયોગ, સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સંસાધનો અને તેનો ઉપયોગ, શાળા મેનેજમેન્ટ, શેરી શિક્ષણ, માઈક્રોસોફ્ટ ટીમ્સ દ્વારા શિક્ષણ, જ્ઞાનસેતુ સાહિત્ય અને લિંક દ્વારા શિક્ષણ વગેરે સંદર્ભે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

શેખપુર પ્રાથમિક શાળા ખાતે જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડીનેટર ડૉ. વી.એમ.પટેલ અને બી.આર.સી.કો.ઓર્ડીનેટર ડૉ.કલ્પેશ આર.પરમાર ઉપસ્થિત રહી સ્કૂલ ઓફ એક્સેલન્સનું મહત્ત્વ, તેના ફાયદા અને ભવિષ્ય આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિદ્યાર્થીઓ PISA લેવલની પરીક્ષા આપે તેવું શિક્ષણ બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારીએ શેરી શિક્ષણ અને તાલુકાના વિવિધ નવોચાર થકી કરવામાં આવતી શૈક્ષણિક અને સહ શૈક્ષણિક કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. તેમજ મુલાકત લેનાર શિક્ષકોના અભિપ્રાય મુજબ ટિવિંગ ઓફ સ્કૂલ અનેડ ટીચર એક્સેલન્સ પ્રોગ્રામનો સારો અનુભવ રહ્યો હતો. જેનાથી તેઓ પોતાની શાળાઓમાં નવા સુધારાઓ કરી શકાશે. બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરાએ તાલુકાની 33 જેટલી શાલાઓએ સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત શરૂ કરેલ તૈયારીઓ જોઈને સૌને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં ત્રણ ત્રણ ના જૂથમાં લગભગ 150 જેટલા શિક્ષકોએ લાભ લીધો હતો. તેમજ પોતાની શાળાના બાળકોનું શિક્ષણ ન બગડે તે મુજબનું શાળા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દરમિયાન કોવિડ – 19 ની અદ્યતન ગાઈડલાઈન અનુસરવામાં આવી હતી…

અહેવાલ- ગણપત મકવાણા, પંચમહાલ