ચરખડી ગામે સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

0
338

ગોંડલ તાલુકાના ચરખડી ગામે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીના જન્મદિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ગોંડલ દ્વારા જલારામ મંદિર ચરખડી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ધારાસભ્ય ના પુત્ર ગણેશભાઈ જયરાજસિંહ જાડેજા અને યુધ્ધ એજ કલ્યાણ ગ્રુપના ભાવિકભાઈ દોંગા, દિપકભાઇ ભુવા તેમજ આરએસએસ ના કાર્યકરો ભુપતભાઈ ચાવડા,નીર્મળસીંહ ઝાલા,સુનીલભાઈ બોરચીયા,ગોપાલભાઈ ભુવા તેમજ સરપંચ વિનુભાઈ માવાણી તથા ગ્રામ પંચાયતના સભ્યો,કિશાનસંઘ ગોંડલ પ્રમુખ શત્રુઘ્નભાઈ રોકડ તથા જલારામ મંદિરના સંચાલકો સહીતના આગેવાનોએ હાજરી આપી હતી. સંપૂર્ણ આયોજન સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ગોંડલના સંયોજકો , પરેશભાઈ શેરા,કલ્પેશભાઈ ખાખરિયા, હિતેશભાઈ હીરાણી ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ હતુ.

જેમાં ચરખડી ગામના યુવક મંડળના પ્રમુખ દિવ્યેશભાઈ લીલા, ઉપપ્રમુખ લલીતભાઈ વઘાસીયા તેમજ મહિલા મંડળના પ્રમુખ એકતાબેન વાડોદરીયા અને રીધ્ધીબેન ડાભી વગેરે વ્યવસ્થામાં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here