આજે પણ અડીખમ છે 1800 વર્ષ પ્રાચીન ખંભાલિડાની બૌદ્ધ ગુફાઓ

0
434

ગુજરાતની પ્રાચીન શિલ્પો ધરાવતી એકમાત્ર 1800 વર્ષ પ્રાચીન શૈલ બૌદ્ધ ગુફાઓ

રાજકોટ જિલ્લાના અને ગોંડલ તાલુકાના ખંભાલીડા ગામમાં આવેલ છે. આ ખંભાલિડા ગામ ભાદર નદીના કાંઠે સાતવડાની ટેકરીઓ વચ્ચે આવેલું છે. અહીંથી તદ્દન નજીક જગવિખ્યાત ખોડલધામ મંદિર અને વિરપુરનું જલારામબાપા મંદિર પણ આવેલું છે.

આ ઐતિહાસિક બૌદ્ધ ગુફા 1958 માં શોધવામાં આવી હતી

આ બૌદ્ધ ગુફાઓ મહાયાન બૌદ્ધ સંપ્રદાયની છે

આ ગુફામાં પદ્મપાણિ અને વજ્રપાણી બૌધિસત્ત્વની મૂર્તિઓ કોતરેલી જોવા મળે છે

રાજકોટ: જિલ્લામાં પણ ઐતિહાસિક સ્થળો આવેલા છે. તેમાં પણ આખા ગુજરાતમાં પ્રાચીન શિલ્પો ધરાવતી એકમાત્ર શૈલ બૌદ્ધ ગુફાઓ આવેલી છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ખંભાલિડા ગામમાં આ પ્રાચીન અંદાજીત 1800 વર્ષ જૂની બૌદ્ધ ગુફાઓ આવેલી છે.

ખંભાલિડા ગામ ભાદર નદીના કાંઠે અને સાતવડાની ટેકરીઓના ખોળામાં આવેલું છે. આ ગામ કાગવડના જગવિખ્યાત ખોડલધામ મંદિરથી તદ્દન નજીકમાં આવેલું છે. તેમજ વિરપુરનું જલારામબાપા મંદિર પણ નજીક થાય છે. ગોંડલ તાલુકામાં આવતું આ ખંભાલિડા ગામ જેતપુર શહેરથી ખાસ્સું નજીક આવેલું છે.

ખંભાલીડા ગામમાં 15 જેટલી પ્રાચીન બૌદ્ધ ગુફાઓ આવેલી છે.

ગુજરાતમાં પ્રાચીન શિલ્પો ધરાવતી એકમાત્ર શૈલ બૌદ્ધ ગુફાઓ રાજકોટના ખંભાલીડા ગામમાં આવેલી છે. આ ઐતિહાસિક બૌદ્ધ ગુફાની શોધ મુંબઈ રાજ્યના ગુજરાત પુરાતત્ત્વ વિભાગના વડા પી.પી. પંડ્યાએ 1958 ના જુલાઈ મહિનામાં કરી હતી.

અહીં હાલ 15 જેટલી ગુફાઓ જોઈ શકાય છે. આ ગુફાઓ ત્રીજી સદીના અંત ભાગે અને ચોથી સદીના આરંભે બનાવવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

ગુફાના પ્રવેશ દ્વાર ઉપર જમણી તરફ પૂરા કદની અવલોકિતેશ્વર પદ્મપાણિ અને ડાબી બાજુ અવલોકિતેશ્વર વજ્રપાણિ બોધિસત્ત્વની મૂર્તિઓ કોતરવામાં આવી છે.

આ ગુફાઓના આગળના ભાગે ખુલ્લું મેદાન છે અને આ બધી ગુફાઓ એક ઝરણાના કિનારે આવેલી છે. આ ઝરણું ભાદર નદીને મળે છે. આ ઝરણાને કિનારે એક ઘટાદાર બોધિવૃક્ષ એટલે કે પીપળાનું ઝાડ પણ હયાત છે.

ગુજરાતમાં આવેલ મોટાભાગની બૌદ્ધ ગુફાઓ હીનયાન બૌદ્ધ સંપ્રદાયની છે

ગુજરાતમાં આવેલી મોટા ભાગની બૌદ્ધ ગુફાઓ હીનયાન બૌદ્ધ સંપ્રદાયની છે. પરંતુ ખંભાલીડામાં આવેલી બૌદ્ધ ગુફાઓ મહાયાન સંપ્રદાયની છે. આ ખંભાલીડા ગામથી રાજકોટ અંદાજીત 65 કીમી બાય રોડ થાય છે. નજીકનું રેલવે સ્ટેશન વિરપુર(જલારામ) છે અને નજીકનું એરપોર્ટ રાજકોટ એરપોર્ટ છે.

રાજકોટના નવનિયુક્ત કલેક્ટર અરુણ મહેશ બાબુએ બૌદ્ધ ગુફાઓના વિકાસ કામ અંગે કમર કસી છે

આ ઐતિહાસિક સ્થળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના રાજ્ય સ૨કા૨ના ખાસ પ્રોજેક્ટનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયું છે. હવે બીજા તબક્કાના કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ માટે રાજકોટના કલેક્ટર અરુણ મહેશ બાબુએ કમર કસી છે અને એક વર્ષમાં કામ પૂર્ણ કરવા આદેશ આપ્યો છે.

2011 માં ખંભાલિડા બૌદ્ધ ગુફાઓને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો

રાજકોટ શહેર અને જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ માટે રાજકોટના તત્કાલીન કલેક્ટર ડો.રાજેન્દ્રકુમારના અધ્યક્ષસ્થાને એક કમિટી બનાવવામાં આવી હતી. જેમાં જિલ્લાના અગ્રણી ઉદ્યોગપતિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ ખંભાલિડા બૌદ્ધ ગુફાઓને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે વર્ષ 2011માં પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટનું ખાતમૂહૂર્ત તત્કાલીન નાણામંત્રી વજુભાઈ વાળાના હસ્તે ક૨વામાં આવ્યું હતું.

આ પ્રવાસન પ્રોજેક્ટમાં બૌદ્ધ ગુફાથી અંદાજીત 300 મીટ૨ દૂ૨ પ્રાર્થના હોલ, ગેસ્ટહાઉસ અને ભોજનાલયના બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે છેલ્લા બે વર્ષ જેટલા સમયથી આ પ્રોજેક્ટનું કામકાજ બંધ હતું. આ અગાઉ થયેલા બાંધકામમાં પણ ભારે નુકશાન પહોંચી ગયેલું છે અને હાલ અવાવરું જગ્યા જેવી હાલત થઈ ગઈ છે.

ખંભાલીડાની ગુફાની જાળવણી માટે અંદાજીત 6 કરોડનો ખર્ચ કરાયો હતો પણ ગુફાઓથી દૂર બનાવવામાં આવેલું બાંધકામ બિસ્માર હાલતમાં જોઈ શકાય છે. હવે જોવાનું રહ્યું કે હાલ રાજકોટના કલેક્ટર દ્વારા જ્યારે આ સ્થળના વિકાસ કાર્યને પૂરું કરવાનો પ્રોજેકટ હાથ ધર્યો છે, ત્યારે આ પ્રોજેકટ ક્યારે પૂરો થશે તે જોવાનું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here