સુરત કોવિડ કેર સેન્ટરમાં રક્ષાબંધનની ઉજવણી, MLAએ PPE કીટ પહેરી મહિલા કોરોના દર્દી પાસે રાખડી બંધાવી

0
166
  • કોવિડ કેર સેન્ટરના નર્સિંગ સ્ટાફે પુરુષ દર્દીઓને રાખડી બાંધી
  • કોરોના દર્દીઓને વીડિયો કોલથી પરિવાર સાથે સંપર્ક કરાવ્યો

સુરત શહેરના અલથાણ વિસ્તારમાં બનાવવામાં આવેલા કોવિડ કેર સેન્ટર ખાતે ધારાસભ્ય દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા PPE કીટ પહેરી કોરોના પોઝિટિવ દર્દીઓ પાસે રાખડી બંધાવી હતી.

કોરોનાની સારવાર લેનાર મહિલાઓ પાસે રાખડી બંધાવી
અલથાણ કોવિડ કેર સેન્ટર ખાતે મજૂરા વિસ્તારના ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. PPE કીટ પહેરી કોરોનાની સારવાર લેનાર મહિલાઓ પાસે રાખડી બંધાવી હતી. જ્યારે નર્સિંગ સ્ટાફે પુરુષ દર્દીઓને રાખડી બાંધી હતી. ત્યારબાદ રાખડી બાંધી પરિવાર જોડે વીડિયો કોલથી વાત કરાવી હતી.

કોવિડ કેર સેન્ટરની સુવિધા
મજુરા મિત્ર મંડળ દ્વારા અલથાણ કોમ્યુનિટી હોલમાં આઇસોલેશન વોર્ડમાં આધુનિક હોસ્પિટલ જેવી વ્યવસ્થાઓ કરાઈ છે. 182 પુઠ્ઠાના બેડ સાથેનું કોવિડ કેર સેન્ટરમાં ઓક્સિજન સાથે ટીવી, બાફનું મશીન, બેલ, દરેક બેડ સાથે ફેનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કોવિડ સેન્ટરની મુલાકાત આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પણ લીધી હતી અને કોવિડ કેર સેન્ટરની સુવિધાને લઈને બિરદાવ્યા હતા.

દર્દીની માનસિક સ્થિતિને ધ્યાને રાખી સુવિધા ઉભી કરાઈ
કોરોનાના પોઝિટિવ દર્દીને 10થી 14 દિવસ માટે આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવે છે. આ 14 દિવસ લોકોને રામ ભગવાનના 14 વર્ષના વનવાસ જેવો લાગે છે. એક તરફ પોતાને થયેલી બીમારી અને બીજી તરફ પરિવારની ચિંતા કોરોનાના દર્દીને કોરી ખાઇ છે, ત્યારે દર્દીની માનસિક સ્થિતિને ધ્યાને રાખી મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ મનોરંજનની સુવિધાથી લઈને ગરમ પાણી, બાફ અને પરિવાર સાથે વાત કરવા વોકી ટોકીની સુવિધા કોવિડ કેરમાં ઉભી કરી છે. આ કોવિડ કેર સેન્ટર અંદાજે 80 લાખ ના ખર્ચે તૈયાર થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here