નવાગામથી “રૂડા”ની હદ સુધી બની રહેલા સીસી રોડનાં કામનું નિરીક્ષણ કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા

0
323

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવાગામથી “રૂડા”ની હદ સુધી બની રહેલા નવા સીસી રોડના કામનું નિરીક્ષણ કરવા કમિશનર અમિત અરોરાએ આજે તા. ૧૯-૦૭-૨૦૨૧ના રોજ સવારે સ્થળ મુલાકાત કરી હતી અને આ હાઉસિંગ પ્રોજેક્ટની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી.

વોર્ડ નં.૫ માં આશરે રૂ. ૪ કરોડના ખર્ચે નવાગામ મેઈન રોડ ડેવલપ કરવામાં આવી રહયો છે. ૨૪ મીટર પહોળાઈના આ ડીપી રોડની લંબાઈ ૬૯૦ મીટર છે. રોડના કામ પછી ડી.આઈ. પાઈપલાઈન, સ્ટોર્મ વોટર લાઈન અને યુટિલિટી લાઈનનાં કામ પણ હાથ ધરવામાં આવશે.

આજે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ લીધેલી ઉપરોક્ત સાઈટ વિઝિટ દરમ્યાન સિટી એન્જી. વાય. કે. ગૌસ્વામી, ટીપીઓ એમ.ડી. સાગઠીયા, એ.ટી.પી. ગુપ્તા, ડેપ્યુટી એન્જિનિયર જતિનભાઈ પંડ્યા, પી.એ.(ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી અને આસિસ્ટન્ટ એન્જિનિયર પી.સી. જોશી એજન્સીના પ્રતિનિધિ હાજર રહયા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here