ઘોઘા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુન્હામાં વોન્ટેડ આરોપી પાલીતાણાથી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.

0
363

ભાવનગર જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડ સાહેબે ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને નાસતા ફરતા આરોપીઓન ઝડપી પાડવા જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ

               જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે ઘોઘા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નંબર ૬૫/૨૦૧૮ I.P.C. કલમ ૪૫૭, ૩૮૦ (ઘરફોડ ચોરી) મુજબ ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી કાળુભાઇ જેન્તીભાઇ પરમાર ઉ.વ.૩૬ રહેવાસી ઓમકારનગરની બાજુમાં દેવીપુજક વાસ પાલીતાણા, જીલ્લો ભાવનગર વાળાને જાગૃતી હોટલ પાસે પાલીતાણા ખાતેથી ઝડપી પાડી મજકુર આરોપી સામે કાયદેસર કાર્યવાહી કરી પાલીતાણા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપી ઘોઘા પોલીસ સ્ટેશનને સોપવા તજવીજ કરેલ છે.

           આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર વી.વી.ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. પી.ડી.ગોહિલ તથા યુસુફખાન પઠાણ તથા ઓમદવેસિંહ ગોહિલ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here