રાજકોટમાં ધો.9થી 11નું ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા સ્કૂલ સંચાલકોએ DEOને રજુઆત કરી, કહ્યું- વોટર પાર્ક શરુ થયા તો સ્કૂલો કેમ નહિ

0
277

વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ રજુઆત કરી રહ્યાં છે

  • ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા લેખિતમાં માંગ કરી

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ પણ હવે સ્કૂલો શરૂ કરવા મેદાને આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ધોરણ 12 અને કોલેજના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન શિક્ષણને મંજૂરી આપવામાં આવ્યા બાદ ધોરણ 9, 10 અને 11ના વિદ્યાર્થીઓ માટે પણ ઓફલાઇન શિક્ષણને મંજૂરી આપવા માગ ઉઠી છે. આ મુદ્દે સ્કૂલો શરુ કરવા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ DEO કચેરીએ પહોંચ્યું હતું અને સ્કૂલો શરૂ કરવા માંગ કરી હતી. જેમાં રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતાએ જણાવ્યું હતું કે, વોટર પાર્ક શરુ થયા તો સ્કૂલો કેમ નહિ.

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતા

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતા

પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થાય એ વિદ્યાર્થી હિતમાં છે
વધુમાં ડી.વી.મહેતાએ જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેર હવે સમાપ્ત થઈ જતાં મંદિરો અને મોલ પણ ખુલી ગયા છે. ત્યારે સરકારે ધો.9થી 12ની શાળાઓન શરૂ કરવાની મંજૂરી આપવી જોઈએ.ધો.12નો વિદ્યાર્થી 18 વર્ષનો હોય, તો ધો.9 થી 11ના છાત્રો 15થી 17 વર્ષના હોય એટલે ધો.12 શરૂ કરી શકાતું હોય, ટયુશન કલાસીસ ચાલુ કરી દેવાય હોય તો ધો.9 થી 11 માટે શાળા બંધ રાખવાનું કોઈ કારણ નથી, પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થાય એ વિદ્યાર્થી હિતમાં છે.

ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડ

ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડ

વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ રજુઆત કરી રહ્યાં છે
આ મુદ્દે ગુજરાત નિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડે જણાવ્યું હતું કે, હાલ કોચિંગ ક્લાસ પણ ખોલી દેવામાં આવ્યા છે, સ્કૂલોમાં ધોરણ 12 અને કોલેજો પણ ઓફલાઇન શિક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. તો હવે ધોરણ 9, 10 અને 11 તેમજ બાદમાં સમયાંતરે 6, 7 અને 8 વર્ગો પણ શરૂ કરવામાં આવે તે જરૂરી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ હવે આ માટે રજુઆત કરી રહ્યાં છે. માટે સરકાર આ અંગે ત્વરિત નિર્ણય લે તે જરૂરી છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળી

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળી

ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા લેખિતમાં માંગ કરી
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આજે 11 વાગ્યે એકઠા થઇ જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ લેખિત રજુઆત કરી પોતાની માગ રજૂ કરવામાં આવી હતી. આ સમયે રાજકોટની જુદી જુદી ખાનગી સ્કૂલોના 50 જેટલા સંચાલકો એકઠા થયા હતા અને પોતાની રજુઆત કરી હતી. જે પ્રકારે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 12 અને કોલેજો ખોલવા શરૂ કરવા મંજૂરી આપી છે તે જ રીતે હવે ધોરણ 9, 10 અને 11ના વિદ્યાર્થીઓ માટે પણ ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા લેખિત માંગ કરવામાં આવી છે.

નવનિયુક્ત શિક્ષણ સમિતિના સદસ્યોની પ્રથમ બોર્ડ બેઠક યોજાઈ

નવનિયુક્ત શિક્ષણ સમિતિના સદસ્યોની પ્રથમ બોર્ડ બેઠક યોજાઈ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળી
આજે રાજકોટમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળી હતી. જેમાં નવનિયુક્ત શિક્ષણ સમિતિના સદસ્યોની પ્રથમ બોર્ડ બેઠક યોજાઈ હતી. શિક્ષણ સમિતિની બેઠકમાં કરવામાં વિવિધ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં 22 શાળામાં 44 સ્માર્ટ ક્લાસ શરુ કરવામાં આવશે,વોર્ડ નં.8 બનેલ નવી શાળામાં ગુજરાતી સાથે અંગ્રેજી માધ્યમ શરૂ કરાશે, વોર્ડ નં.4 માં મોરબી રોડ વિસ્તારમાં શાળા નં.77 કન્યા શાળામાં તબદીલ કરાશે અને શહેરમાં સામેલ નવા 5 ગામોની 8 શાળાનું સંચાલન સંભાળવામાં માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here