અરવલ્લી : બાયડ પરીક્ષા કેન્દ્રમાં વિધ્યાર્થીઓના મોબાઇલ અને રોકડ ચોરાયા અંગે ફરિયાદ….

0
338

અરવલ્લી જીલ્લાના બાયડ ખાતે એસ એસ સી રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા એન એચ શાહ હાઈસ્કૂલ બાયડ કેન્દ્ર ખાતે ચાલી રહી છે.

આ કેન્દ્રમાં પરીક્ષા આપવા આવેલા વિધ્યાર્થીઓની બહાર મુકેલી બેગમાંથી બહાર બેસેલા સુરક્ષા કર્મીઓની હાજરીમાં ત્રણ મોબાઇલ અને એક હજાર રોકડ ચોરાયા અંગેના અહેવાલ પ્રાપ્ત થયા છે.

આ અંગે ગાંધીનગરથી બાયડ પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપવા આવેલા ત્રણ વિધ્યાર્થીઓએ બાયડ પોલીસને લેખિતમાં આપેલી ફરિયાદ મુજબ આજરોજ વિજ્ઞાન વિષયનું પેપર હોવાથી અમો (૧) નિનામા દક્ષાબેન કનુભાઈ (૨) નિનામા પાયલબેન કનુભાઈ (૩) લસુન નરેશભાઈ રણજીતભાઈ એ જણાવ્યુંછે, કે અમો પરીક્ષા હોવાથી ઓફીસ આગળ બેગો મુકી પરીક્ષા ખંડમાં ગયા હતા. પરીક્ષા પુર્ણ થતાં અમે ત્રણેયે બેગમાં જોતાં અંદરથી મોબાઇલ નંગ-3 અને રોકડ રકમ એક હજાર ગુમ હતા.. બહાર સુરક્ષા કર્મીઓની હાજરી હોવા છતાં પણ આ ઘટના બનતા હતપ્રભ થયેલા વિધ્યાર્થીઓએ બાયડ પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ નોંધાવી છે.

અહેવાલ- જગદીશ પ્રજાપતિ, અરવલ્લી