રાજ્યમાં પ્રથમ રાજકોટમાં 2 ઓગસ્ટથી 3000થી વધુની વસ્તીના એક કિમી વિસ્તારમાં સરકારી હોસ્પિટલ ન હોય તેવા 67 સ્થળે ‘શેરી ક્લિનિક’ શરૂ કરાશે

0
98

પ્રતિકાત્મક તસવીર.

  • શાળા અને આંગણવાડી કેન્દ્રમાં સાંજે 5થી 9 દરમિયાન થશે ઓપીડી, ખાનગી તબીબોની સેવા લેવાશે જેના માટે મંગળવારથી ભરતી પ્રક્રિયા

રાજ્યમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધીરે ધીરે મજબૂત બની રહ્યું છે અને હવે છેક છેવાડાના લોકોને પોતાના વિસ્તારમાં જ આરોગ્ય સેવા મળી રહે તે માટે સરકારે મહોલ્લા ક્લિનિકના રૂપમાં દીનદયાળ ક્લિનિક શરૂ કરવાનો નવો પ્રોજેક્ટ હાથ ધર્યો છે જેની પ્રથમ શરૂઆત રાજકોટ શહેરમાં થશે જ્યાં એકસાથે 67 ક્લિનિક શરૂ થશે જેનો આરંભ 2 ઓગસ્ટથી કરવામાં આવશે.

રાજકોટના આ વિસ્તારોમાં શરૂ થશે ક્લિનિક
રાજકોટ મહાનગરપાલિકાના ડે. મ્યુનિસિપલ કમિશનર આશિષકુમારના જણાવ્યા અનુસાર શહેરના એવા વિસ્તારો કે, રૈયાધાર, ભગવતીપરા, કુબલિયાપરા, જંક્શન-સંતોષીનગર, આંબેડકરનગર, ભીમનગર જીવરાજપાર્ક, જિલ્લા ગાર્ડનની વાત કરીએ તો ત્યાંની વસ્તી 3000 હોય અને એક કિ.મી.ના વિસ્તારમાં સરકારી આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલ ન હોય ત્યાં દીનદયાળ ક્લિનિક શરૂ થશે. આ માટે વિસ્તાર નક્કી થઈ રહ્યા છે અને શરૂઆતના તબક્કે 67 તબીબની નિમણૂક કરાશે જેનું વોક ઈન ઇન્ટરવ્યૂ 20મીએ મંગળવારે છે. તબીબો સવારના સમયે પોતાની ખાનગી પ્રેક્ટિસ કરશે અને સાંજે 5થી 9 દરમિયાન જે તે વિસ્તારોમાં જઈને નિદાન કરશે. આ માટે તંત્ર તરફથી સરકારી સ્કૂલ, આંગણવાડીના બિલ્ડિંગ આપશે તેમજ જરૂરી દવાઓ પણ આપશે. તબીબ પોતાની સાથે એક પેરામેડિકલ સ્ટાફ સાથે રાખશે

પ્રતીકાત્મક તસ્વીર

પ્રતીકાત્મક તસ્વીર

MBBSને 30 જ્યારે BHMSને 23000 મહિને અપાશે
દીનદયાળ ક્લિનિક શરૂ કરવા માટે ખાનગી તબીબોની સેવા લેવાશે. એમબીબીએસ ડોક્ટર હોય તો મહિને 30,000 અને આયુષ એટલે કે બીએચએમએસ ડોક્ટર હોય તો તેને મહિને 23000 રૂપિયા માસિક ભથ્થું અપાશે. આ ભથ્થામાં ડોક્ટર ઉપરાંત તેની સાથે એક પેરામેડિકલ સ્ટાફનો પણ સમાવેશ થાય છે. તંત્ર તરફથી જગ્યા, ફર્નિચર અને દવાઓ અપાશે જ્યારે તબીબ સ્ટેથોસ્કોપ સહિતના જરૂરી સાધનો પોતાની પાસે હોય તે વાપરવાના રહેશે.

પ્રતીકાત્મક તસ્વીર

પ્રતીકાત્મક તસ્વીર

અગાઉ ભરતી અટકાવી દેવાઈ હતી
આ જ પ્રકારે શહેરમાં વિકાસના કામો થઈ શકે એ હેતુથી રાજકોટ મહાનગરપાલિકામાં કાર્યપાલક ઈજનેરની ભરતી માટે ઓફિસર્સ સિલેક્શન કમિટી ગુરવારે સવારે 10 વાગ્યે ઈન્ટરવ્યુ લેવાના છે. જોકે તેમાં મનપાના ઈન્ચાર્જ સિટી ઈજનેર એવા વાય. કે. ગોસ્વામીનું જ નામ ફાઈનલ કરાશે તેવી પૂરી સંભાવના છે. કાર્યપાલક ઈજનેરની 2018માં ખાલી પડેલી જગ્યા માટે 2019માં ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ હતી અને ઓગસ્ટ 2019 સુધીમાં અરજીપત્રકો મગાવી લેવાયા હતા. જોકે ત્યારબાદ આ ભરતી પ્રક્રિયા શંકાસ્પદ રીતે અટકી ગઈ હતી. બીજી ભરતીઓ કરાઈ પણ આ જગ્યા પર વિચાર ન કર્યો. આખરે જૂન મહિનામાં ભરતી પ્રક્રિયા આગળ વધી અને જે અરજીઓ આવી હતી.]

ફાઈલ તસ્વીર

ફાઈલ તસ્વીર

બેમાંથી એક ઉમેદવારનું નામ ફાઇનલ થશે
આ 6 ઉમેદવારમાંથી 5 રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા ઈજનેર હતા જેમાં વાય.કે. ગોસ્વામી, ગૌતમ જોશી, જે. ડી. કુકડિયા, મહેશ રાઠોડ અને ધીરેન કાપડિયાનો સમાવેશ થાય છે. ઈન્ટરવ્યૂ બાદ ફરી ફાઈલ અટવાઈ આખરે આઈએએસ અધિકારીઓની બદલી થઈ એટલે ચાર્જ છોડવાના છેલ્લા દિવસે કમિશનર ઉદિત અગ્રવાલે બે નામ ઓફિસર્સ સિલેક્શન કમિટીમાં મોકલ્યા હતા. આ બે નામમાં વાય. કે. ગોસ્વામી અને ગૌતમ જોશીનો સમાવેશ થાય છે. સિલેક્શન કમિટીમાં મેયર, સ્ટે. કમિટી ચેરમેન, ડે. મેયર, શાસક પક્ષના નેતા અને વિપક્ષી નેતા છે. તેઓ બંને ઉમેદવારના ઈન્ટરવ્યૂ લઈ એકનામ ફાઈનલ કરશે. જેમાં વાય. કે. ગોસ્વામીનું નામ ભરતી પ્રક્રિયાના અંતે જાહેર થાય તેવી ગોઠવણ થઈ છે.

સિટી ઈજનેરની ભરતીમાં મનપાની ટી.પી. શાખાના ઈજનેરો ફાવી જશે
શહેરમાં ત્રણ સિટી ઈજનેર અને એક એક્ઝિક્યુટિવ ઈજનેરનું મહેકમ છે. આ બંને હોદ્દા એક જ સરખા છે ફક્ત નામ અલગ અલગ છે. એક્ઝિક્યુટિવ ઈજનેરમાં મનપાના જ ઈજનેર ફાવી જશે અને હોદ્દો મેળવશે જેથી મનપાની વધુ એક જગ્યા ખાલી થશે. સિટી ઈજનેરની એક જગ્યા માટે ભરતી શરૂ કરાઈ છે જોકે તેમા પણ એક્ઝિક્યુટિવ ઈજનેરની જેમ મનપાના અધિકારીઓએ પ્રયાસ ચાલુ કરી દીધા છે. ટી.પી. શાખાના બે ઈજનેર વચ્ચે આ મામલે પસંદગીની રેસ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here