અમેઝોનના ફાઉન્ડરની પહેલી સ્પેસ ટ્રિપ સફળ રહી, 10 મિનિટની સફર પછી જમીન પર ઉતર્યા

0
97

વિશ્વની ટોપ ઈ-કોમર્સ કંપનીઓમાં સામેલ અમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસ ભારતીય સમય મુજબ મંગળવારે સાંજે લગભગ 6:42 વાગ્યે સ્પેસ ટૂર માટે રવાના થયા છે. તેમની સાથે વધુ 3 યાત્રી છે. જેમાં એક તેમના ભાઈ માર્ક, 82 વર્ષના વેલી ફંક અને 18 વર્ષના ઓલિવર ડેમેન સામેલ છે. ઓલિવરે હાલમાં હાઈસ્કૂલ પાસ કરી છે. બેજોસની સાથે સ્પેસમાં જવા માટે કોઈ અજાણ્ય શખ્સે 28 મિલિયન ડોલરની બોલી લગાવી હતી. તેઓ આ ટ્રિપમાં નહીં જઈ શકે, તેની બદલે ઓલિવર ગયા છે.

બેજોસ અને તેમની ટીમ જે રોકેટ શિપથી તેઓ સ્પેસમાં જશે, તે ઓટોનોમસ એટલે કે તેમાં પાયલટની જરૂરિયાત નથી. તેના કેપ્સુલમાં 6 સીટ છે, પરંતુ તેમાંથી માત્ર 4 ભરવામાં આવશે. ન્યૂ શેફર્ડ નામના આ રોકેટની અત્યાર સુધીની 15 ફ્લાઈટ્સ સફળ રહી છે. જોકે તેમાં હજુ સુધી કોઈ યાત્રી ન હતા.

રિપોટ્સ મુજબ બેજોસે અંતરિક્ષમાં જવા માટે આ દિવસ એટલા માટે પસંદ કર્યો કેમકે એપોલો 11 સ્પેસશિપ કે જેમાં બેસીને એસ્ટ્રોનોટ્સ નીલ આર્મસ્ટ્રોન્ગ અને બઝ એલ્ડ્રિન આજથી ઠીક 52 વર્ષ પહેલાં 1969માં ચંદ્ર પર પહોંચ્યા હતા.

અમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસની સ્પેસફ્લાઈટ કંપની બ્લૂ ઓરિઝિને રવિવારે કહ્યું કે તેઓ પોતાની પહેલી હ્યુમન સ્પેસફ્લાઈટ માટે સંપૂર્ણરીતે તૈયાર છે. જેમાં બેજોસ સહિત 4 યાત્રી હશે, જેઓ પૃથ્વીની સપાટીથી 100 કિમી ઉપર કારમન લાઈન સુધી જશે અને જે બાદ સુરક્ષિત રીતે પરત ફરશે. સંપૂર્ણ ફ્લાઈટનો સમય 10-12 મિનિટ સુધીનો રહેશે.

પરંતુ સૌપ્રથમ સવાલ એ કે આખરે સ્પેસ શરૂ ક્યાંથી થાય છે?

 • આપને લાગતું હશે કે જ્યાં વાયુમંડળ ખતમ, ત્યાંથી સ્પેસ શરૂ થઈ જાય છે. પરંતુ એવું નથી. વાયુમંડળ તો ધરતીથી લગભગ 10 હજાર કિમી ઉપર છે. પરંતુ આ પણ અંતિમ સત્ય નથી. જેમ જેમ આપ ઉપર જશો, હવા ઓછી થતી જશે. ક્યાં ખતમ થઈ ગઈ, એ નિશ્ચિતપણે જાણવું મુશ્કેલ છે.
 • એ તો ઠીક, સ્પેસ શરૂ થવા અંગે અલગ-અલગ એજન્સીઓની પોતાની પરિભાષાઓ છે. નાસા અને આંતરરાષ્ટ્રીય સ્તરે એરોનોટિકલ અને એસ્ટ્રોનોટિકલ રેકોર્ડ રાખનાર સંગઠન ફેડરેશન એરોનોટિક ઈન્ટરનેશનલ માને છે કે કારમન લાઈનથી અંતરિક્ષ શરૂ થઈ જાય છે તો પછી કારમન લાઈન શું છે? આ એક કાલ્પનિક લાઈન છે, જે સમુદ્રની સપાટીથી 100 કિમી ઉપર છે.
 • બ્રેન્સનનું સ્પેસક્રાફ્ટ લગભગ 85 કિમી ઉપર સુધી ગયું હતું. તેના પછી પણ બ્રેન્સનના વર્જિન ગેલેક્ટિકની ફ્લાઈટમાં સવાર તમામ પેસેન્જર્સ એસ્ટ્રોનોટ બની ગયા છે. આનું કારણ છે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અને યુનાઈટેડ સ્ટેટ્સ એર ફોર્સની સ્પેસની પરિભાષા, જે અંતરિક્ષને 50 માઈલ (80 કિમી) ઉપર માને છે.

બેજોસની ફ્લાઈટ ક્યાંથી અને ક્યારે ઉડ્ડયન કરશે?

 • બેજોસની ફ્લાઈટ 10-12ની સબઓર્બિટલ ફ્લાઈટ હશે, એટલે કે એ પૃથ્વીની કક્ષામાં નહીં જાય. બેજોસની બ્લુ ઓરિજિન કંપનીનું ન્યુ શેપર્ડ રોકેટ વેસ્ટ ટેક્સાસના રેગિસ્તાનથી 20 જુલાઈએ ભારતીય સમયાનુસાર સાંજે 6.30 વાગ્યે ઉડ્ડયન કરશે.
 • પેસેન્જર્સને સોમવારે સાંજે 6.30 વાગ્યાના લોન્ચની 45 મિનિટ અગાઉ ઓન-બોર્ડ થવાનું રહેશે. ક્રૂએ મિશન માટે 48 કલાકની ટ્રેનિંગ લીધી છે. એ સારી રહી છે. કર્મચારી પણ આઠ-આઠ કલાકની બે દિવસની ટ્રેનિંગ કરી ચૂક્યા છે. આ ટ્રેનિંગ ટિકિટ ખરીદનારા તમામ કસ્ટમર્સ માટે જરૂરી હશે. રોકેટની સાથે એક કેપ્સુલ હશે, જેમાં બેજોસના ભાઈ માર્ક, 82 વર્ષીય વેલી ફંક અને 18 વર્ષીય ટીનેજર ઓલિવર ડેમેન પણ હશે. આ ફ્લાઈટ પછી ફંક સૌથી વૃદ્ધ અને ડેમેન સૌથી યુવા એસ્ટ્રોનોટ બની જશે.
 • લગભગ ત્રણ મિનિટની ફ્લાઈટ પછી બ્લુ ઓરિજિનના ન્યુ શેપર્ડ રોકેટના બેજોસની કેપ્સુલ અલગ હશે અને સ્પેસમાં આગળ વધશે. લગભગ ચાર મિનિટ ઉડ્ડયન કર્યા પછી તે 100 કિમી ઉપર એટલે કારમન લાઈનને પાર કરશે.
 • આ દરમિયાન પેસેન્જર્સને વેટલેસનેસનો અનુભવ થશે અને કેપ્સુલ જમીન પર પરત આવવાની શરૂઆત કરશે. લગભગ 10-12 મિનિટની ફ્લાઈટ પછી કેપ્સુલ પેરાશૂટની મદદથી રેગિસ્તાનમાં ઉતરશે. આ દરમિયાન રોકેટ પણ ધરતી પર પરત આવી જશે. રોકેટ અને કેપ્સુલને વારંવાર ઉપયોગમાં લઈ શકાય છે.

બેજોસ અને બ્રેન્સનની ફ્લાઈટમાં શું ફેર છે?

 • બ્રેન્સન અને બેજોસની ફ્લાઈટનો સંપૂર્ણપણે અલગ અનુભવ થશે. બ્રેન્સન પોતાના સ્પેસક્રાફ્ટમાં ગયા હતા, જેને પાયલટ ઉડાવી રહ્યા હતા. પરંતુ બેજોસની કેપ્સુલ ઓટોનોમસ હશે એટલે કે રોકેટથી અલગ થઈને આપોઆપ આગળ વધશે.
 • બ્રેન્સન લગભગ 85 કિમી ઉપર સુધી ગયા હતા, પરંતુ બેજોસની કેપ્સુલ 100 કિમી ઉપર કારમન લાઈનને ક્રોસ કરવાનું છે. પછી સ્પેસક્રાફ્ટ 90 મિનિટની યાત્રા પછી રનવે પર ઉતર્યુ હતું અને બેજોસની કેપ્સુલ પેરાશૂટની મદદથી રેગિસ્તાનમાં ક્યાંક ઉતરવાનું છે.
 • આ ફ્લાઈટ બ્લુ ઓરિજિન. કોમ અને યુટ્યુબ પર લાઈવ પ્રસારિત થશે. તેના ઉપરાંત દેશ-દુનિયાની તમામ ન્યુઝ ચેનલ્સ અને દૈનિક ભાસ્કરની એપ પર પણ તમે આ સ્પેસ ટ્રાવેલને લાઈવ જોઈ શકશો.
 • વર્જિન ગેલેક્ટિકની પ્રથમ ફ્લાઈટમાં ફાઉન્ડર રિચર્ડ બ્રેન્સન સહિત 6 લોકો ગયા હતા પરંતુ બ્લુ ઓરિજિનની પ્રથમ ફ્લાઈટમાં કંપનીના ફાઉન્ડર બેજોસની સાથે કંપનીના પ્રથમ કસ્ટમર ઓલિવર પણ હશે. જેણે મુસાફરીની ટિકિટ ખરીદી છે. ટિકિટની કિંમત જણાવાઈ નથી પણ બ્લુ ઓરિજિન માટે સેલ્સ જોનારા એરિયન કાર્નેલનો દાવો છે કે કેટલાક અન્ય લોકોએ પણ ટુરિસ્ટ ફ્લાઈટ બૂક કરી છે.

શું બ્લુ ઓરિજિનનું સ્પેસ રોકેટ પ્રથમવાર માણસોને લઈને સ્પેસમાં જઈ રહ્યું છે?

 • હા. આ ફ્લાઈટ અનેક રેકોર્ડ પણ બનાવશે. આ બ્લુ ઓરિજિનની પ્રથમ પાયલટ વિનાની સબઓર્બિટલ ફ્લાઈટ હશે, જેમાં સામાન્ય નાગરિક સવાર હશે. સૌથી વૃદ્ધ અને સૌથી યુવા એસ્ટ્રોનોટ પણ આ ફ્લાઈટથી બનવાના છે.
 • ન્યુ શેપર્ડ રોકેટ અને તેની કેપ્સુલ RSS ફર્સ્ટ સ્ટેપ ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. રોકેટ અને કેપ્સુલ આ પહેલા પણ ઉડ્ડયન કરી ચૂક્યા છે અને આ મિશન અગાઉ બે વાર સફળતાપૂર્વક લેન્ડ કરી ચૂક્યા છે. ન્યુ શેપર્ડ માટે અત્યાર સુધીમાં 15 ફ્લાઈટ્સ સફળ રહી છે. પરંતુ અત્યાર સુધી પેસેન્જર ક્યારેય ગયા નથી.

બ્લુ ઓરિજનની સ્પેસ રોકેટ બનાવનારી ટીમમાં સંજલ ગવાંડે કોણ છે?

 • મહારાષ્ટ્રના કલ્યાણની રહેવાસી 30 વર્ષીય સંજલ ગવાંડે એ ટીમનો હિસ્સો છે, જેણે બ્લુ ઓરિજિનનું ન્યુ શેપર્ડ રોકેટ બનાવ્યું છે. કમર્શિયલ સ્પેસફ્લાઈટ કંપનીમાં સિસ્ટમ એન્જિનિયર સંજલે મુંબઈ યુનિવર્સિટીથી મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી હાંસલ કરી છે. તેઓ 2011માં મિશિગન ટેકનોલોજિકલ યુનિવર્સિટીથી માસ્ટર્સ ડિગ્રી લેવા અમેરિકા ગયા હતા.
 • મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીના પુત્રી સંજલે માસ્ટર્સ ડિગ્રી માટે એરોસ્પેસ સબ્જેક્ટ લીધો હતો અને ફર્સ્ટ ક્લાસથી તે પાસ કર્યો. કલ્યાણના કોલસેવાડી વિસ્તારમાં રહેનારા અશોક ગવાંડે કહે છે કે તે હંમેશા સ્પેસશિપ બનાવવા માગતી હતી. આ કારણથી તેને માસ્ટર્સ ડિગ્રીમાં એરોસ્પેસને સબ્જેક્ટ તરીકે પસંદ કર્યુ. તે સિએટલમાં બ્લુ ઓરિજિનમાં સિસ્ટમ્સ એન્જિનિયર તરીકે કામ કરી રહી છે.
કલ્યાણની રહેવાસી સંજલ ગવાંડે એ ટીમનો હિસ્સો છે, જેણે બ્લુ ઓરિજિનના ન્યૂ શેપર્ડ રોકેટને તૈયાર કર્યુ છે.

કલ્યાણની રહેવાસી સંજલ ગવાંડે એ ટીમનો હિસ્સો છે, જેણે બ્લુ ઓરિજિનના ન્યૂ શેપર્ડ રોકેટને તૈયાર કર્યુ છે.

બેજોસની આ ફ્લાઈટ ભવિષ્યમાં કઈ રીતે સ્પેસ ટુરિઝમના બજારને આકાર આપશે?

 • આ લોન્ચ બ્લુ ઓરિજિન માટે સ્પેસમાં જોયરાઈડના ફ્યુચર માર્કેટ માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે. અત્યારે કંપનીએ એ જણાવ્યું નથી કે ફ્યુચરની ટિકિટની કિંમત કેટલી હશે, પર ભારતીય ચલણમાં એ ટિકિટ કરોડોની થવાની છે.
 • સામાન્ય લોકોએ અગાઉ પણ પૈસા આપીને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધીની ઓર્બિટલ ફ્લાઈટ્સની સવારી કરી છે. પરંતુ આ ટ્રાવેલ સોયુઝ રોકેટ્સ અને કેપ્સુલ્સ હતા, જેને રશિયન સ્પેસ એજન્સીએ ઓપરેટ કર્યા હતા. તેનો અર્થ એ છે કે વ્યવહારિક રીતે સ્પેસ ટુરિઝમ ઈન્ડસ્ટ્રી બ્રેન્સન પછી બેજોસની ફ્લાઈટથી જ આકાર લેશે.
 • બ્રેન્સનની કંપનીની તૈયારી 2022થી દર સપ્તાહે લોકોને સ્પેસ સુધી લઈ જવાની છે. આ માટે તે 2.50 લાખ ડોલર એટલે કે લગભગ 1.90 કરોડ રૂપિયા વસૂલવાની તૈયારીમાં છે. આ જ આધારે રોયટર્સના એક રિપોર્ટ અનુસાર 2030 સુધી સ્પેસ ટુરિઝમ માર્કેટ 3 બિલિયન ડોલર એટલે કે લગભગ 26 હજાર કરોડ રૂપિયાની થવા જઈ રહી છે.
 • બ્રેન્સનની વર્જિન ગેલેક્ટિક અને બેજોસની બ્લુ ઓરિજિન ઉપરાંત એલન મસ્કની સ્પેસ એક્સ પણ ઓર્બિટલ ટુરિઝમ ફ્લાઈટ્સનું પ્લાનિંગ કરી રહી છે. આ વર્ષે મસ્કની કંપનનું પ્રથમ સિવિલિયન ક્રૂ સ્પેસ મિશન લોન્ચ થવાનું છે. આ ઓર્બિટલ ફ્લાઈટ હશે, જેમાં અબજપતિ જારેડ ઈસાક્સન અને ત્રણ અન્ય આ જ વર્ષે ઉડ્ડયન કરવાના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here