ટંકારામાં બાયોડીઝલના જથ્થા સાથે ભાજપ અગ્રણી સહીત ચાર ઝડપાયા, ૧ કરોડથી વધુનો મુદામાલ જપ્ત

0
1733

૪૫ લાખથી વધુનું બાયોડીઝલ, ૧ ટેન્કર-૨ ટ્રેઇલર કાર સહીત ૧ કરોડથી વધુનો મુદામાલ જપ્ત કરાયો

મોરબી જીલ્લાની પોલીસ ટીમો બાયો ડીઝલનું વેચાણ કરનાર ઈસમો સામે તબાહી બોલાવી રહી છે અગાઉ મોરબી એલસીબી ટીમે મોટા પ્રમાણમાં બાયો ડીઝલ જથ્થો ઝડપી લીધો હતો તો હવે ટંકારા પોલીસે કારખાના નજીક જમીનમાં દાટીને રાખેલ લોખંડના ત્રણ ટાંકામાંથી બાયો ડીઝલનો મસમોટો જથ્થો ઝડપી લઈને વાહનો સહીત ૧ કરોડથી વધુની કિમતનો મુદામાલ કબજે લઈને ભાજપ અગ્રણી સહિતના ચાર ઇસમોને ઝડપી લીધા છે

રાજકોટ રેંજ આઈજી સંદીપસિંહ અને જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચના તેમજ ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ ટંકારા પીએસઆઈ બી ડી પરમારની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઓટાળા ગામની સીમમાં આવેલ જી આર જી ઇન્ફ્રાસ્ટ્રકચર કારખાના પાછળના ભાગે બાયો ડીઝલ જથ્થો હોવાની બાતમીને પગલે ટીમે રેડ કરી હતી જેમાં ટેન્કર ટ્રક અને ઇસુકી કંપની ટેન્કર ગાડીમાંથી તેમજ જમીનમાં દાટેલ લોખંડના ટાંકામાં બાયો ડીઝલ જથ્થો ભરેલ હોય જેથી પોલીસે બાયો ડીઝલનો જથ્થો ૬૦,૨૦૦ લીટર કીમત રૂ ૪૫,૧૫,૦૦૦, રોકડા રકમ રૂ ૩૧,૦૦૦ તેમજ ૧ ટેન્કર, ૨ ટ્રેઇલર, ઇસુઝી કંપનીની ગાડી, ફયુલ પંપ ૨ અને ઇલેક્ટ્રિક મોટર તેમજ ૨ મોબાઈલ ફોન મળીને કુલ રૂ ૧,૦૬,૬૩,૦૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે

તો રેડ દરમિયાન આરોપી ભાજપ અગ્રણી અરવિંદભાઈ ભીમજીભાઈ રાજકોટિયા રહે લક્ષ્મીનારાયણ સોસાયટી ટંકારા, હસમુખભાઈ લવજીભાઈ ગોધાણી રહે નેસડા (સુ) ટંકારા, જાલમસિંહ રામસિંહ રાઠોડ રહે ગોટનગામ રાજસ્થાન અને સમદરનાથ શીમ્ભુનાથ નાથ રહે લુણીયાસ રાજસ્થાન એમ ચાર ઇસમોને ઝડપી લેવાયા છે

જે કામગીરીમાં ટંકારા પીએસઆઈ બી ડી પરમાર, કિશોરદાન ગઢવી, નગીનદાસ નિમાવત, ઈમ્તિયાઝ જામ, ખાલીદખાન રફીકખાન, સિદ્ધરાજસિંહ જાડેજા, સિદ્ધરાજસિંહ ઝાલા વિજયભાઈ ચાવડા, મહેશદાન ગઢવી સહિતની ટીમ જોડાયેલ હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here