અધિકારી ઓને દરેક સમાજ સાથે સંકલન થાય તેવા શુભ આશય થી રક્ષા બાંધવામાં આવી
ભાઈ બહેન ના પ્રેમ નો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. આજરોજ વંથલી રાષ્ટ્રીય સેવિકા સમિતિ ની બહેનો દ્વારા વંથલી ના પોલીસ કર્મીઓ, આરોગ્ય કર્મીઓ તેમજ સફાઈ કર્મીઓ ને રક્ષા બાંધી ને સમાજ જાગૃતિ તેમજ દેશ સેવા સાથે જોડાયેલા અધિકારીઓ નો સમાજ સાથે સંકલન થાય એવા શુભ આશયથી રક્ષા બંધન નો તહેવાર ની ઉજવણી કરી. વંથલી ના પીએસઆઇ ઓડેદરા સાહેબ, સરકારી હોસ્પિટલ ના મેડિકલ ઓફિસર પીઠીયા સાહેબ, તેમજ સફાઈ વિભાગ ના વિરમગામા સાહેબ ને રક્ષા બાંધી હતી.
આહેવાલ:- રહીમ કારવાત ,વંથલી