અરવલ્લી : ભાજપા બક્ષીપંચ મોરચાનું સંમેલન પ્રદેશ બક્ષી મોરચા અઘ્યક્ષ ઉદયભાઇ કાનગડજી ના અધ્યક્ષ સ્થાને મોડાસા ખાતે યોજાયુ..

0
368

અરવલ્લી જિલ્લા ભાજપના પ્રમુખ રાજેન્દ્ર ભાઈ પટેલ અને જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ સુરેશભાઈ ઠાકોરે સૌને આવકાર્યા હતા. પ્રદેશ બક્ષીપંચ મોરચા મહામંત્રી મયંકભાઈ નાયક, જિલ્લા પ્રભારી કુ.જયશ્રીબેન દેસાઈ, સહ પ્રભારી ગીરીશભાઈ જગાણિયા દ્વારા પ્રાસંગિક પ્રવચનો કરાયા હતા. આ પ્રસંગે જિલ્લા ના બક્ષીપંચ સમાજો પૈકી ના વિવિધ સમાજો દ્વારા પ્રદેશ મોરચા અધ્યક્ષને મોમેન્ટો સાથે અભિવાદન કરાયું હતું

અરવલ્લી જિલ્લાના મહામંત્રી ભીખાજી ઠાકોર, હસમુખભાઈ પટેલ, શૈલેષભાઇ ભોઈ, જિલ્લા સંગઠનના ઉપ પ્રમુખ વનિતાબેન પટેલ, જિલ્લા પૂર્વ પ્રમુખ રણવીરસિંહ ડાભી, જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રભારી રાજુભાઇ પંચાલ, જીલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી આશિષ જયસ્વાલ, રંગુસિંહ પરમાર, જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, ભીખીબેન પરમાર, ભીખુસિંહ પરમાર, અદેસિંહ ચૌહાંણ, પી.સી. બરંડા, મોડાસા નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસાર, જિલ્લા-તાલુકા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખો તેમજ વિવિધ સમીતિઓના ચેરમેનો અને આગેવાનો મંચસ્થ ઉપસ્થીત રહ્યા હતા.

બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ ઉદયભાઈ કાનગડે પોતાના પ્રવચનમા જણાવાયું કે રાષ્ટ્ર પ્રથમ, જે રાષ્ટ્રનું ગૌરવ કરીએ છીએ એ રાષ્ટ્રના આપણે સંતાન છીએ, એ આપણું ગૌરવ છે.આ દેશ જ્યારે વિશ્વમાં મજબૂત થતો જાય છે તેમ વિદેશી તાકાતો દેશને તોડવાની હીન પ્રવૃત્તિ કરે છે, આ દેશનો સપૂત કે જેની તરફ સમગ્ર વિશ્વની મીટ છે એવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું રાષ્ટ્ર માટે સમર્પિત જીવન આપણા સૌના માટે પ્રેરણા, ઉર્જા અને શક્તિ આપનારૂ છે.

આપણે સતત જનતાની સેવામાં કાર્યરત રહીએ અને “સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ” એને ચરિતાર્થ કરીએ, મોડાસા ખાતે આજ રોજ યોજાયેલ અરવલ્લી જિલ્લા બક્ષીપંચ મોરચાના તમામ ૬ તાલુકાઓ અને બે શહેર એમ કુલ ૮ મંડલોના કાર્યકર્તાઓથી ભરચક હોલ માં સંબોધન કરાયું હતું.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જિલ્લા મહામંત્રી હસમુખભાઈ પટેલ અને મોડાસા શહેર ઉપપ્રમુખ અશોકભાઈ શ્રોફ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે અંતમાં આભાર વિધિ જિલ્લા મહામંત્રી ભીખાજી ઠાકોરે કરી કાર્યક્રમ નું સમાપન કરાયું હતું..

અહેવાલ- જગદીશ પ્રજાપતિ, અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here