આંધ્ર પ્રદેશમાં પડોશીનું સંક્રમણથી મોત થયું તો એક પરિવારે જાતને 15 મહિનાઓ સુધી ઘરમાં કેદ કરી લીધા

0
105
  • પરિવારને હાલ હોસ્પિટલ પહોંચાડીને સારવાર શરૂ કરવામાં આવી છે
  • ઘટનાની સરપંચે પોલીસને જાણ કરતા મામલો બહાર આવ્યો

આંધ્ર પ્રદેશના ઈસ્ટ ગોદાવરીમાં અધિકારીઓએ બુધવારે એક પરિવારનું રેસ્ક્યુ કર્યું છે. તેમની તબિયત વધારે ખરાબ છે. કદાલી ગામમાં આ પરિવારે કોરોનાના ડરના કારણે 15 મહિના સુધી પોતાની જાતને ઘરમાં કેદ કરી લીધી હતી. કોઈ પણ સ્વાસ્થયકર્મી તેમના ઘરે પહોંચતા હતા તો આ લોકો તેમને કોઈ જવાબ આપતા નહતા. આ રીતે તેમની સ્થિતિનો ખ્યાલ આવ્યો.

કદાલીના સરપંચ ચોપલ્લા ગુરુનાથે જણાવ્યુ કે 50 વર્ષના રુથમ્મા, કાંતામણી અને રાનીએ પોતાની જાતને એટલા માટે કેદ કરી લીધા હતા કારણકે તેમના એક પડોશીનું મોત કોરોનાના કારણે થયુ હતું.

જ્યારે સરકારી આવાસ યોજના અંતર્ગત એક કર્મચારી આ લોકોના અંગુઠાના નિશાન લેવા તેમના ઘરે પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે આ પરિવારે પોતાને કેદ કરી લીધો છે. ત્યારપછી આ સરકારી વિભાગના કર્મચારીએ સરપંચને અને સરપંચે પોલીસને જાણ કરી હતી. સરપંચે જણાવ્યું કે, 15 મહિનાથી આ લોકો ઘરમાં કેદ હોવાના કારણે તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી. જ્યારે અમને આ વિશે ખબર પડી ત્યારે અમે પોલીસને જાણ કરી હતી.

પોલીસે જણાવ્યુ કે, જ્યારે આ લોકોને ઘરની બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેમની સ્થિતિ ખૂબ ખરાબ હતી. તેઓ ઘણાં દિવસોથી નાહ્યા પણ નહતા અને તેમણે ઘણાં દિવસોથી વાળ પણ કપાવ્યા નહતા. અમે આ પરિવારને તુરત હોસ્પિટલ પહોંચાડ્યો છે અને ત્યાં હવે એમની સારવાર ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here