સાયકલ પંચર ની દુકાન ચલાવી રોજ રૂ. 125 નો ખર્ચ કરી શ્વાનો ને દૂધ અને બિસ્કીટ ખવડાવી રહ્યા છે

ગોંડલની શ્રી રામ હોસ્પિટલે જતો કાશી વિશ્વનાથ મહાદેવ રોડ પર બાપા સીતારામ ની મઢૂલી પાસે ભુપતભાઈ દેવજીભાઈ માંડવીયાની બે પંચર ની દુકાન આવેલી છે. આ દુકાને ભુપતભાઈ પોતાના અનોખા પ્રાણીપ્રેમ ને સાચવીને બેઠા છે. તેમની દુકાનમાં થડા પર નિર્ભય રીતે નીંદર માણતા શ્વાનોને તમે ગમે ત્યારે જોઈ શકો છો.પોતાના ધંધા ઉપર કોઈપણ કારીગર ગંદુ પણ ન થવા દે ત્યાં અહીં તો સ્વાન નિરાંતે સુતા હોય છે.વળી એની સુવિધા માટે તેઓ ઉપર નાનો પંખો પણ ચલાવે છે. તેમની સાથે વાત કરતા જણાવે છે કે ઘણા વર્ષો પહેલા એમની પાસે બે કૂતરાઓ હતા. જે બાર-પંદર વર્ષ સુધી તેમની સાથે રહ્યા. એ કૂતરાઓ ની યાદ માં તેઓ આજે પણ રોજ આઠથી દસ શ્વાનો ને ૧૨૫ રૂપિયા નો ખર્ચ કરી, દૂધ અને બિસ્કિટ નાખે છે.