તાલિબાને લાંબા અંતર સુધી હુમલો કરી શકે એવી બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું

0
63

ફાઇલ ફોટો

વિદેશી સૈનિકો તરફથી દાયકાઓ સુધી તાલીમ લેવા છતાં અફઘાનિસ્તાનની સેના આજે તાલિબાન સમક્ષ નબળી પડી રહી હોય એવું લાગી રહ્યું છે. તાલિબાને દેશના 85 ટકા ભાગ પર કબજો કર્યો હોવાનો દાવો કર્યો છે. તાલિબાનની નજર હવે રાજધાની કાબુલ પર છે, જ્યાં લોકો પોતાનો જીવ બચાવવા ભાગી રહ્યા છે. દરમિયાન પાકિસ્તાની પત્રકાર મોહિબુલ્લાહ ખાને દાવો કર્યો હતો કે તાલિબાને લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. પત્રકારે એનાં પરીક્ષણનો વીડિયો પણ શેર કર્યો હતો.

આ વીડિયોમાં મિસાઇલનું પરીક્ષણ જોઈ શકાય છે. મોહિબુલ્લા ખાને પોતાના ટ્વીટની કેપ્શનમાં આ મિસાઇલનું નામ પણ આપ્યું હતું. તેમણે લખ્યું હતું કે ‘તાલિબાને લાંબા અંતરની નવી બેલિસ્ટિક મિસાઇલ અલ-ફતાહનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.’ જોકે મિસાઇલ તાલિબાન સુધી કેવી રીતે પહોંચી અને કયા દેશે તેની મદદ કરી છે એ અંગે ખાસ કંઈ જાણકારી આપવામાં આવી નથી, પરંતુ એનું સફળ પરીક્ષણ અફઘાનિસ્તાન સરકાર માટે મોટી સમસ્યાથી ઓછું નથી.

મિસાઇલ-રૉકેટનો સહારો લઇ રહ્યું છે તાલિબાન
તાલિબાન વિશ્વભરમાં પોતાની તાકાત બતાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને આજકાલ મિસાઇલ-રોકેટનો આશરો લઈ રહ્યું હોય તેવું લાગે છે. બે દિવસ પહેલાં અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ નિવાસસ્થાન નજીક રોકેટદ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. મંગળવારે જ્યારે રાષ્ટ્રપતિ ઈદની નમાજ અદા કરી રહ્યા હતા ત્યારે લગભગ ત્રણ રોકેટ ત્યાં છોડવામાં આવ્યાં હતાં. આંતરિક મંત્રીના પ્રવક્તાએ આ કેસમાં જણાવ્યું હતું કે કોઈ જાનહાનિના અહેવાલો નથી અને રોકેટ નિવાસસ્થાનની બહાર આવીને પડ્યાં હતાં. સંગઠને અમાક ન્યૂઝ ચેનલ પર હુમલાની જવાબદારી સ્વીકારી હતી.

પાકિસ્તાન તરફથી મદદના આરોપો લાગી રહ્યા છે
આ સમગ્ર કિસ્સામાં અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિથી માંડીને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સુધી દરેક વ્યક્તિ પાકિસ્તાન પર તાલિબાનની મદદ કરવાનો આરોપ લગાવી રહી છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના 10,000થી વધુ જેહાદી લડવૈયાઓ અફઘાનિસ્તાનમાં પ્રવેશ્યા છે. પાકિસ્તાનના પી.એમ ઇમરાન ખાનની હાજરીમાં આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધતાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે પાકિસ્તાન તાલિબાનને મદદ કરી રહ્યું છે. બીજી તરફ, ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે કહ્યું હતું કે પાકિસ્તાનની વાયુસેનાએ અફઘાન સુરક્ષાદળોને ધમકી આપી છે કે જો તેઓ તાલિબાનને સ્પિન બોલ્ડક વિસ્તારમાંથી દૂર કરવાનો પ્રયાસ કરશે તો તેમને પાકિસ્તાનની જવાબી કાર્યવાહીનો સામનો કરવો પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here