કોડીનારનાં ઘાટવડ ગામમાં વિકાસ ગાંડો થયો, રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાનાં અભાવે પ્રજામાં હાલાકી

0
281

કોડીનારમાં ખાડારાજ નો અંત કયારે આવશે.?

મીડિયા અને અખબારો શું કરી લે ? તંત્ર ને પ્રજાના પ્રતિનિધિઓ નિષ્ક્રિય કે નિષ્ફળ?

કોડીનાર તાલુકાના ઘાટવડ ગામમાં વિકાસ ગાંડો થયો છે તેમજ આ ગાંડો વિકાસ રોડે ચઢયો છે. રોડે ચઢીને રોડને જાણે ખેદાન મેદાન કરી નાખ્યો છે. રહેણાક વિસ્તારના રોડના ખાડામાં પાણીદાર રૂપાણી સરકારે જાણે ખાડાઓ પાણી પાણી કરી મૂક્યા તેમ તસ્વીરોમાં હકીકત જોવા મળે છે. વાહ ભાઈ વાહ આ કોઈ પહેલી વખત સમાચાર નથી આ અગાઉ કોડીનાર ના પત્રકારો દ્વારા ન્યુઝ પ્રકાશિત કરવામાં પછીપાની કરી નથી. પ્રજાના પ્રાણ પ્રશ્નો ને લોકવાચા આપવામાં કોડીનાર પત્રકાર જગતે પહેલ કરી આમ, છતાં પણ નીંભર અને નિષ્ઠુર તંત્ર પ્રજાના જાનના જોખમે આ ગાંડા ખાડા રાજને ચલાવી રહ્યા છે. શું હશે મજબૂરી…!! કોઈ રાજકીય નડતર તો નથી ને…..!! ક્યારે ઉકેલ આવશે આ સમસ્યાનું અને કયારે અંત આવશે ખાડારાજનું ? પક્ષ ની આદલાબદલીઓ થઇ પાર્ટીઓ ફરી વળી પણ કોઈની હિમત નથી કે આ ખાડારાજને સમાપ્ત કરી શકે? ખોટા વાયદાઓ, ખોટા નેતાઓ અને ભ્રષ્ટ કોણ…..!! ઘાટવડ ગામ દરેક રીતે વિવાદમાં ઘેરાયેલું જ હોય છે. ત્યારે ઘાટવડ ગામ અનેક વાર રજુઆત કરતા અનેક અરજી પણ કરવામાં આવી, પણ હજી કાઈ નિવારણ લાવવામાં આવ્યું ન હતું…!! જગ વિખ્યાત રૂદ્રેश्वर મંદીર રોડ ઉપર પ્રાથમિક સ્કુલ, પોસ્ટ ઓફિસ, પંચાયત ઓફિસ, ફોરેસ્ટર ઓફિસ, બી.એસ.એન.એલ. ઓફિસ, સહકારી મંડળી તથા બાળકોની આંગડવાડી તથા આવી સરકારી અઢળક શાખા કે કચેરીઓ અને પવિત્ર ધર્મિક સ્થાનો આવેલા હોવા છતા અને વલ્ડ ફેમસ જૂનું અને પ્રાચીન રુદ્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું હોય અને મંદિર ના સંત ઈન્દ્રભારતી બાપુ આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હોય તો પણ આ રસ્તા નું કાઈ થઇ શક્યુ નહિ…..!! જુઓ આ ખાડારાજની શક્તિ…!! ગ્રામ પંચાયતના ના સરપંચ અને ધારાસભ્યને રજુઆત કરવા છતાં તો પણ કોઈના પેટમાં પાણી પણ હલ્યું ના હતું અને તંત્રની બેદરકારી સામે આવી હતી એક બે દિવસમાં ગુરૂ પૂર્ણિમાનો તહેવાર આવતો હોય અને લોકોને દર્શન કરવામાં હાલાકી સર્જાઈ રહી છે. લોકો માં આક્રોશ જોવા મળ્યો હતો અને લોકો ની માંગણી હતી કે ક્યારે આ રસ્તાનું નિવારણ આવે એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઘાંટવડ ગામના ખાડારાજ વિશે અગાઉ પ્રકાશિત મીડિયા લેખમાં પણ હકીકતો સાથે તસ્વીરો છાપવામાં આવી હતી. પણ આજ દિવસ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી….!! હજુ કોઈ નક્કર પગલાં લેવામાં આવે કે કેમ એ જોવુ રહ્યું?

અહેવાલ- પરાગ સંગતાણી, કોડીનાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here