દરિયાનો દાયરો કાનૂની સહાય કેન્દ્ર ઉના-રાજુલા દ્રારા આજરોજ માછીમાર અધિકાર માટે કાનૂની તાલીમનો કાર્યક્રમ યોજાયો

0
739

રાજપરા બંદર માં દરિયાનો દાયરો કાનૂની સહાય કેન્દ્ર ઉના – રાજુલા દ્રારા આજ રોજ માછીમાર અધિકાર માટે કાનૂની તાલીમ કરવામાં આવેલ જેમાં માછીમારો ના પ્રશ્નો તથા તેમના કાયદાઓ ની માહિતી આપવામાં આવેલ તેમજ હાલ થોડા સમય પહેલા તોઉ તે વવાજોડા ના લીધે થયેલ નુકસાન બાબતે માહિતી આપવા આવેલ તેમજ ,તાઉતે વવાજોડાના લીધે માછીમારો ને થયેલ નુક્શાનમાં વળતર સંબધિત માહિતી,માછીમાર અધિકાર કાયદો તથા દરિયાપટ્ટી સંબધિત કાનૂન ની માહિતી,માછીમારોના પ્રશ્નો નિવરમ માટે કાયદાકીય પ્રકિયા,માછીમાર સંબધિત યોજનાની માહિતી,માછીમારોના સ્થાનિક પ્રશ્નો માં રજુઆત કરવા સમજ આપવી,બોટ ના કોલ તથા રજીસ્ટ્રેશન ના મુદ્દે જાગૃતી,માછીમાર કલ્યાણ યોજના ની જાણકારી,માછીમાર કલ્યાણ યોજના ની માહિતી,માહિતી અધિકાર કાયદાની જાણકારી,સ્થળાંતરિત માછીમારો ના વળતર ના પ્રશ્ને માહિતી.તેમજ માછીમાર સંબધિત અન્ય પ્રશ્નો માહિતી આપેલ

તાલીમ કાર્યક્રમ માં દરિયાનો દાયરો કાનૂની સહાય કેન્દ્ર ઉનાના માનસિંગભાઈ, જયનીલભાઈ, અરવિંદભાઈ તથા દરિયા દિલ માછીમાર હક્ક રક્ષક સંઘ ના ભરતભાઈ કામળિયા તથા સૈયદ રાજપરા,દાંડી, ખડા,સેન્જળિયા,કાળાપાણ ના માછીમારો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ- પરાગ સંગતાણી, ઉના