રાજ્યમાં 9 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ જૂનાગઢના માંગરોળ અને ગીર સોમનાથના સુત્રાપાડામાં 4- 4 ઈંચ વરસાદ

0
570

ગઈકાલે સુત્રાપાડામાં 4 ઈંચ, અમરેલીના બગસરા અને ગીરસોમનાથના કોડીનારમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો

ગાંધીનગર વરસાદની ગેરહાજરીને કારણે રાજ્યમાં ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત થયાં છે. ત્યારે આજે 4 જુલાઈથી 8 જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં બે જિલ્લામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. આજે સવારે 10 વાગ્યા સુધી રાજ્યના 9 તાલુકામાં આજે વરસાદ નોંધાયો છે. જૂનાગઢના માંગરોળ અને ગીર સોમનાથના સુત્રાપાડામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ગીર સોમનાથના વેરાવળમાં 3 ઈંચથી વધુ વરસાદ અને કોડીનારમાં 1 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ભાવનગરના તળાજામાં 20 મિમિ અને ગીર સોમનાથના તાલાલા 10 મિમિ વરસાદ પડ્યો છે.

આજે રાજ્યમાં નોંધાયેલા 10 મિમિથી 4 ઈંચ સુધીના વરસાદના આંકડા

જિલ્લોતાલુકોવરસાદ (મિમિમાં)
જૂનાગઢમાંગરોળ99
ગીર સોમનાથસુત્રાપાડા98
ગીર સોમનાથવેરાવળ85
ગીર સોમનાથકોડીનાર26
ભાવનગરતળાજા20
ગીર સોમનાથતાલાલા10

ગઈકાલે 3 ઓગસ્ટે રાજ્યના 29 તાલુકામાં વરસાદ નોંધાયો
ગઈકાલે રાજ્યના 29 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ 4 ઈંચ જેટલો વરસાદ ગીર સોમનાથના સુત્રાપાડામાં નોંધાયો હતો. ત્યારબાદ અમરેલીના બગસરામાં 33 મિમિ, ગીર સોમનાથના કોડીનારમાં 32 મિમિ, ગીર સોમનાથના વેરાવળમાં 12 મિમિ અને વલસાડના ધરમપુરમાં 10 મિમિ વરસાદ નોંધાયો હતો.

3 ઓગસ્ટે રાજ્યમાં નોંધાયેલા 10 મિમિથી 4 ઈંચ સુધીના વરસાદના આંકડા

જિલ્લોતાલુકોવરસાદ (મિમિમાં)
ગીર સોમનાથસુત્રાપાડા97
અમરેલીબગસરા33
ગીર સોમનાથકોડીનાર32
ગીર સોમનાથવેરાવળ12
વલસાડધરમપુર10

સંતોષકારક વરસાદ પડવાની શક્યતા
બંગાળની ખાડીમાં મંગળવારથી લો-પ્રેશર સક્રિય થવાથી તા. 4થી 8 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સાથે તા. 3થી 6 ઓગસ્ટ દરમિયાન મુંબઇથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની વકી હવામાન વિશેષજ્ઞે કરી છે. અરબસાગરમાં દક્ષિણ-પશ્ચિમ પવનોનો પ્રવાહ મજબૂત બનશે. જેથી તા 3 થી 6 માં મુંબઈ સહિત દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તેમજ તા. 5 અને 6 ઓગસ્ટની આસપાસ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં છવાશે. જેની અસર રૂપે રાજ્યમાં તા 4 થી 8 માં (ખાસ તા 6/7 માં) સાર્વત્રિક વરસાદ થઈ શકે છે. તેમજ રાજ્યનાં જે વિસ્તારોમાં વરસાદની ઘટ છે એવા વિસ્તારોમાં પણ સંતોષકારક વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે.

વરસાદની સિસ્ટમ સક્રિય થશે
બંગાળની ખાડીમાં તા. 4 ઓગસ્ટે લો-પ્રેશર સક્રિય થશે, તેની સાથે હાલમાં મોનસૂન ટ્રફ પણ નોર્મલ સ્થિતિમાં છે, જે આગામી બે દિવસોમાં દક્ષિણ બાજુ સરકીને મજબૂત બનશે. તેમજ હાલમાં વાતાવરણમાં મધ્ય લેવલ પર પૂર્વ–પશ્ચિમ પવનોનો કનર્વજન્સ (શેર) ઝોન 17 ડિગ્રી નોર્થ પાસે રહેલો છે, જે ઉત્તર તરફ ખસશે.જેની અસરોથી અરબસાગરમાં તેમજ પશ્ચિમી કિનારા આસપાસ દક્ષિણ-પશ્ચિમ પવનોનો પ્રવાહ મજબૂત બનશે.