
ગીર-સોમનાથ ઇણાજ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલેનાં અધ્યક્ષસ્થાને કોવિડ ૧૯ સંભવિત ત્રીજી લહેર અંગેની પુર્વ તૈયારી માટે બેઠક યોજવામાં આવી હતી. આર.ટી.પી.સી.આર. તેમજ એન્ટીજન કીટ દ્વારા કોવિડનું ટેસ્ટીંગ વધુમાં વધુ કરવાની સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર/એચ.આર.માં વધારો કરવા અને વેક્સીનેશનની કામગીરી વધુ વેગવંતી બનાવવા જણાવ્યું હતું. ઉપરાંત ભારત સરકાર તરફથી મળેલ સૂચના અને ગાઇડ્લાઇન પ્રમાણે સગર્ભા મહિલાઓને કોવિડ રસીકરણની સેવાઓ બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયા, પબ્લિક હેલ્થ ઓફીસર, ક્યુ.એ.એમ.ઓ. ડો.બામરોટીયા, એપેડેમીક મેડીકલ ઓફીસર ડો.નીમવત, સરકારી હોસ્પિટલ અધિક્ષક ડો.પરમાર, સામુહીક આરોગ્ય કેન્દ્ર તેમજ તાલુકા હેલ્થ ઓફીસરઓ હાજર રહ્યા હતા.
અહેવાલ- પરાગ સંગતાણી, ગીરસોમનાથ