બે સગીર પુત્રીને ઢોરમાર મારી કામ કરાવતાં, કામ ના કરે તો ઘરની બહાર કાઢી મૂકતાં, કંટાળીને બંને દાદીના ઘરે રહેતી

0
167

બંને પુત્રીએ માતા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી.

  • મહિલા હેલ્પલાઇને ફરી બંને પુત્રીઓનું સમજૂતીથી માતા-પિતા સાથે મિલન કરાવ્યું
  • પુત્રીએ માતા વિરુદ્ધ માનસિક ત્રાસ અને માર મારવા અંગેની ફરિયાદ કરી હતી

અમદાવાદમાં અનોખો બનાવ સામે આવ્યો છે. શહેરના સરખેજ વિસ્તારમાં એક પરિવારમાં પતિ-પત્ની અને તેમની બે પુત્રી છે. આ બંને પુત્રીની ઉંમર 10થી 12 વર્ષની હોવાથી તેઓ તેમના વાલીઓ સાથે રહે એ જરૂરી છે, પરંતુ તેઓ ઘણા સમયથી તેમનાં દાદી અને કાકાના ઘરે રહે છે. તેઓ તેમની માતા સાથે રહેવા માગતી નથી. આ બંને પુત્રીઓની માતાએ આખરે મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી. મહિલા હેલ્પલાઈનની ટીમે ફરીથી સમજાવીને બંને પુત્રીઓનું માતા સાથે મિલન કરાવ્યું હતું.

કામ ના કરે તો માર મારીને ઘરેથી કાઢી મૂકવામાં આવતી ( પ્રતીકાત્મક તસવીર)

કામ ના કરે તો માર મારીને ઘરેથી કાઢી મૂકવામાં આવતી ( પ્રતીકાત્મક તસવીર)

માતા-પિતાના ત્રાસથી પોલીસમાં ફરિયાદ કરી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરના સરખેજ વિસ્તારમાં એક પરિવારની 10થી 12 વર્ષની બે પુત્રી તેમનાં માતા-પિતા સાથે રહેવા નથી માગતી. આ બંને પુત્રીઓએ મહિલા હેલ્પલાઈનની ટીમને જણાવ્યું હતું કે તેમનાં માતા-પિતા વારંવાર ઝગડા કરે છે. અમારી પાસે જબરદસ્તીથી કામ કરાવે છે. અમે કામ ના કરીએ તો ઢોરમાર મારે છે. ઘણી વખત તો ઘરની બહાર પણ કાઢી મૂકે છે. અમે કેટલીક વખત તો અમારા નાના અને મામાના ઘરે રહેવા જતા રહીએ છીએ. માતા-પિતા વચ્ચે વારંવાર થતા ઝગડાનો ભોગ અમારે બનવું પડે છે, જેથી અમે બંને બહેનો દાદી સાથે રહેવા માગીએ છીએ.

પુત્રીઓને ઢોરમાર મારીને કામ કરાવવામાં આવતું હતું ( પ્રતીકાત્મક તસવીર)

પુત્રીઓને ઢોરમાર મારીને કામ કરાવવામાં આવતું હતું ( પ્રતીકાત્મક તસવીર)

બંને પુત્રી માતા સાથે રહેવા સંમત થઈ
આ બંને પુત્રીએ મહિલા હેલ્પલાઈનની ટીમને જણાવ્યું હતું કે અમે સરખેજ પોલીસ સ્ટેશનમાં મારી માતા વિરુદ્ધ માનસિક ત્રાસ અને માર મારવા અંગેની ફરિયાદ પણ કરી છે. તેને ખબર છે તેનો વાંક છે તેથી બચાવમાં તેમણે આજે મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો છે. જોકે આ તમામ હકીકત જાણ્યા બાદ મહિલા હેલ્પલાઇનની ટીમે પુત્રી અને તેની માતાને સમજાવ્યાં હતાં, સાથે તેની માતાને પણ તેની ભૂલ સમજાઈ હતી. માતાએ તેમની 2 પુત્રી સામે માફી માગી હતી અને તેઓ મહિલા હેલ્પલાઇન સમક્ષ હવે આવું વર્તન ફરી નહીં કરે એવી બાંયધરી આપી હતી. ત્યાર બાદ આ 2 પુત્રી તેમની માતા સાથે રહેવા જવા માટે સંમત થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here