ગોંડલ ગેરકાયદેસર બાયોડીઝલ ના વેપલા નું હબ ગણાતા ગોંડલ શહેર પંથકમાં રાજ્ય સરકાર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા દરોડા ની સુચના બાદ સ્થાનિક પોલીસ હરકતમાં આવી હોય તેમ ગોંડલ શહેર અને તાલુકા પોલીસ દ્વારા ગેરકાયદેસર બાયોડિઝલ ના પમ્પ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં 7 દિવસ માં 7 અલગ અલગ જગ્યા પર ગેરકાયદેસર બાયોડિઝલ ના પમ્પ પોલીસે રેડ કરી હતી જેમાં 7 અલગ અલગ જગ્યા પર થી 20, 425 લીટર જેટલો ગેરકાયદેસર બાયોડિઝલ નો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે જેમાં 7 જગ્યા પર કુલ 8 આરોપી ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં 7 જગ્યા પર કુલ 21,88,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે
જામવાડી જી.આઇ.ડી.સી માં બાયોડિઝલ ના 4100 લીટર જથ્થા સાથે પકડાયેલા આરોપી ની પોલીસ દ્વારા પૂછપરછ કરતા જામવાડી હાઈવે પર શ્રી રામ પેટ્રોલ પંપ વાળા જામવાળી ના ભાજપ આગેવાન પાસે થી ખરીદ્યો હોવાનું પોલીસ ને જણાવતા ભાજપ ના આગેવાન ની ભૂમિકા સામે આવી હતી.

ભાજપ ના આગેવાન પ્રફુલભાઈ ઉર્ફે બાવભાઈ ટોળીયા ની બાયોડિઝલનું ગેરકાયદેસર પંપમાં સંડોવણી સામે આવતા સિટી પી.આઈ એસ.એમ જાડેજા એ પ્રફુલભાઈ ટોળીયા ની ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જેમાં આજરોજ ભાજપ ના આગેવાન સહિત ત્રણ આરોપીના કોર્ટે રિમાન્ડ મંજુર કર્યા હતા ભાજપ ના આગેવાન પ્રફુલભાઈ ટોળીયા તેમજ પંકજ રાયચુરા તેમજ ધર્મેન્દ્રસિંહ નકુમ પૂછપરછ તેમજ બેંક ડિટેઇલ,ગોડાઉન તેમજ વધુ જથ્થો ક્યાં સંગ્રહ કરવામાં આવ્યો છે તે અંગે 5 દિવસ ની રિમાન્ડ ની માંગણી સાથે કોર્ટ માં રજુ કરવામાં આવ્યા હતા.જેમાં કોર્ટે પ્રફુલ ટોળીયા,ધર્મેન્દ્રસિંહ નકુમ ના એક દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા હતા.અને ગુંદાલા રોડ પર પકડાયેલ બાયોડિઝલ ના જથ્થા માં પંકજ રાયચુરા ના બે દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા હતા બીજા આરોપી ધવલ ગમારા ને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.