રાજકોટમાં કોઠારિયા હુડકો ચોકડીએ ટ્રાફિકને કારણે આખો રસ્તો વાહનોથી ભરાઈ ગયો હતો. સોશિયલ ડિસ્ટન્સ માટે 6 ફૂટનું અંતર તો દૂર દોઢ ફૂટ પણ જળવાયું નથી. આ મામલે પબ્લિક હેલ્થના નિષ્ણાત જણાવે છે કે, આ પૈકી જો કોઇને કોરોના હોય અને તેઓ છીંક કે ઉધરસ ખાય તો 4 ફૂટના અંતર સુધી વાઇરસ પહોંચી શકે છે અને લોકોના માસ્ક, હાથ કે વાહનો પર લાગી શકે અને જો નાક કે મોં સુધી પહોંચે તો જોખમ ઊભું થઈ શકે છે. ટ્રાફિકની ગીચતા મામલે એસીપી ચાવડાનો સંપર્ક કરાતા તેમણે કહ્યું હતું કે સાચી વાત છે સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી આ એક ચૂક છે અને કાલથી જ વ્યવસ્થા હાથ ધરાશે.