ગેહના વશિષ્ઠે કહ્યું, ‘મને કોઈ સમન મળ્યું નથી, હું મુંબઈમાં નથી પરંતુ પોલીસને પોર્ન ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા બધાના નામ કહીશ’

0
231

પોર્ન વીડિયો શૂટિંગ મામલે ગેહનાની ધરપકડ થઈ હતી

  • પોર્ન વીડિયો શૂટિંગ મામલે ગેહનાની ધરપકડ થઈ હતી

રાજ કુંદ્રાના જુહૂવાળા બંગલા અને અમુક ઓફિસમાં દરોડા પછી હવે મુંબઈ પોલીસે પોર્ન ફિલ્મ બનાવનારા ત્રણ લોકોની પૂછપરછ માટે સમન મોકલ્યું છે. મુંબઈ પોલીસે કહ્યું, ક્રાઈમ બ્રાંચની પ્રોપર્ટી સેલે એક્ટ્રેસ ગેહના વશિષ્ઠ સહિત ત્રણ લોકોને સમન મોકલ્યા છે. તેઓ રવિવારે હાજર થઈ શકે છે.

‘પૂનમ પાંડે અને શર્લિન ચોપરા ખોટું બોલી રહ્યા છે’
આ દરમિયાન ગેહનાનું સ્ટેટમેન્ટ આવ્યું કે, હું પોલીસેને પોર્ન ઇન્ડસ્ટ્રી સાતેહ જોડાયેલા બધાના નામ કહેવા તૈયાર છું. આની પહેલાં ગેહનાએ રાજ કુંદ્રાનો પક્ષ લાઈન કહ્યું હતું કે, મને કોઈ પણ પ્રકારની પોર્ન ફિલ્મ શૂટ કરવા માટે મજબૂર કરવામાં આવી નથી. પૂનમ પાંડે અને શર્લિન ચોપરા ખોટું બોલી રહ્યા છે.

‘મારા બેંક અકાઉન્ટ ફ્રીઝ છે’
ગેહનાએ એક વેબસાઈટને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, મને કાલે રાતે મેસેજ આવ્યો હતો પરંતુ મને કોઈ ઓફિશિયલ સમન મોકલવમાં આવ્યું નથી. હું મુંબઈમાં નથી અને ઈમર્જન્સીમાં ટિકિટ બુક કરાવવી શક્ય નથી. કોવિડ 19 પ્રોટોકોલને લીધે RTPCR ટેસ્ટ પણ જરૂરી છે. મારા બેંક અકાઉન્ટ ફ્રીઝ કર્યા છે અને આથી જ મારે મુંબઈ આવવા માટે કઈક સગવડતા કરવી પડશે. હું ક્રાઈમ બ્રાંચને ચોક્કસ મળીશ અને તેમના બધા પ્રશ્નોના જવાબ આપવા તૈયાર છું.

રાજ કુંદ્રાની પોર્ન કન્ટેન્ટવાળી એપનાં ઘણા પ્રોજેક્ટમાં કામ કરી ચૂકેલી ગેહના વશિષ્ઠે શિલ્પા શેટ્ટીને સપોર્ટ કર્યો હતો . શિલ્પાએ હાલમાં જ તેનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરાવ્યું છે તેમાં તેણે કહ્યું કે, રાજની હોટશોટ એપ પર પોર્ન કન્ટેન્ટ નહીં પણ બોલ્ડ અને ઈરોટિક કન્ટેન્ટ દેખાડવામાં આવે છે. ગેહનાએ શિલ્પાના આ જ સ્ટેટમેન્ટનું સમર્થન કર્યું છે.

‘શિલ્પા સાચું બોલી રહી છે’
ગેહનાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, શિલ્પા સાચું બોલી રહી છે. હોટશોટ એપ પર એવું કોઈ કન્ટેન્ટ નથી જેને તમે પોર્નોગ્રાફી કહી શકો. મને ખબર છે ત્યાં સુધી શિલ્પાને હોટશોટ વિશે કઈ ખબર નથી. હોટશોટે ક્યારેય પોર્ન ફિલ્મ બનાવી નથી. એપ પર બધી ફિલ્મો બોલ્ડ, ઈરોટિક અને હોટ ફિલ્મ છે પરંતુ કોઈ પણ પોર્ન ફિલ્મ નથી.

રાજ કુંદ્રાને પણ સપોર્ટ કર્યો હતો
આની પહેલાં રાજની ધરપકડ પછી ગેહનાએ એક ઇન્ટરવ્યૂમાં રાજનો પક્ષ લઈને પૂનમ પાંડે પર નિશાન તાક્યું હતું. વર્ષ 2011માં પૂનમે કહ્યું હતું કે ઇન્ડિયા વર્લ્ડ કપ જીતશે તો તે ન્યૂડ થઈ જશે. તે વર્ષોથી ન્યૂડ વીડિયો બનાવતી રહી. આવા લોકો કેવી રીતે કહી શકે કે, રાજે તેમને પોર્ન ઇન્ડસ્ટ્રીમાં ધકેલ્યા? આ લોકો રાજની કંપની લોન્ચ થઈ તે પહેલાંથી વીડિયો બનાવી રહ્યા છે. આજે પૂનમ રાજ સાથે નથી, પોતાના પતિ સાથે ન્યૂડ વીડિયો શૂટ કરે છે. એક માણસ અત્યારે ફસાઈ ગયો છે અને દરેક સ્થિતિનો લાભ ઉઠાવવાના પ્રયત્નો કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here