સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસની સાથે મૃત્યુઆંક પણ વધ્યો
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવનો આંક સતત વધી રહ્યો છે. આ સાથે જ મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં આજે કોરોનાથી વધુ 10 લોકોના મોત થયા છે. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં 2093 કેસ પોઝિટિવ નોંધાયા છે. મહત્વનું છે કે સોમવારે રાજકોટ શહેરમાં નવા 70 કેસ નોંધાયા હતા. હાલ રાજકોટમાં કુલ 925 દર્દીઓ સારવાર હેઠળ છે.
ક્રમ | નામ | ઉં.વ. | સ્થળ |
1 | બાનુબેન ઈશાભાઈ ભાડુલા | 60 | રાજકોટ |
2 | રશ્મિકાંત બારભાયા | 65 | રાજકોટ |
3 | છેલાભાઈ વજુભાઈ પરમાર | 61 | રાજકોટ |
4 | અશોકભાઈ નાનજીભાઈ સારીયા | 31 | રાજકોટ |
5 | રાહિમાબેન ગનીભાઈ પરમાર | 65 | પડધરી |
6 | દિલીપભાઈ ચંદ્રકાંતભાઈ દવે | 60 | સુરેન્દ્રનગર |
7 | શૈલેષભાઈ જાદવભાઈ | 38 | ટંકારા |
8 | હમીદાબેન કાસમભાઈ હાડા | 60 | ગોંડલ |
9 | વિજયાબેન જેન્તીભાઈ કામરિયા | 49 | પડધરી |
10 | કાથડભાઈ ધાંધલ | 60 | થાનગઢ |
રાજકોટમાં 925 દર્દી સારવાર હેઠળ
રાજકોટ શહેર અને ગ્રામ્યના કુલ કેસ 2093 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. રાજકોટ શહેરમાં જે નવા કેસ આવી રહ્યા છે ફક્ત તે વિસ્તારોના નામ જ જાહેર કરવામાં આવતા હતા જો કે બે દિવસથી તે પણ બંધ કરી દેવાયું છે. સોમવારે શહેરી વિસ્તારમાંથી 70 કેસ આવ્યા પણ ક્યા વિસ્તારમાંથી આવ્યા તે જાહેર કરાયું નથી. બીજી તરફ રાજકોટમાં હાલ 925 દર્દી સારવાર હેઠળ છે જેમાંથી મોટાભાગના લોકો હોમ આઈસોલેશનમાં છે, જ્યારે બાકીના કોવિડ કેર સેન્ટર અને હોસ્પિટલમાં છે. અન્ય જિલ્લાના દર્દીઓ સહિત 498 હોસ્પિટલાઈઝ છે જેમાંથી 45ની હાલત ગંભીર હોવાથી વેન્ટિલેટર પર મુકાયા છે. રાજકોટ જિલ્લાના 1037 ફેરિયાનું સ્ક્રિનિંગ કરાયું હતું જેમાંથી 76 શંકાસ્પદ જણાતાં તેમના રેપિડ ટેસ્ટ કરાતા એક પોઝિટિવ કેસ આવ્યો હતો.