બાલાસિનોર તાલુકા ના જેઠોલી ગામમાં અજગર પ્લાસ્ટિકની જાળમાં ફસાતા વન વિભાગ અને વગડો ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બહાર કાઢવામાં આવ્યો..

0
1301

બાલાસિનોર તાલુકા ના જેઠોલી ગામમાં અજગર પ્લાસ્ટિકની જાળમાં ફસાતા વન વિભાગ અને વગડો ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અજગરને સુરક્ષિત બહાર કાઢી કુદરતી નિવાસસ્થાને છોડી દેવાયો.

તા. ૨૬/૦૭/૨૧ ના સવારે ૧૦:૨૦ કલાકના સુમાળે બાલાસિનોર તાલુકા ના જેઠોલી ગામના રાકેશભાઈ અંબાલાલભાઈ પટેલના ખેતરમાં પાક રક્ષણમાટે બાંધેલ પ્લાસ્ટિકની જાળમાં અજગર ફસાયેલ જણાતા જાગૃત ગ્રામજનો દ્વાર વન વિભાગ અને “વગડો ચેરીટેબલ ટ્રસ્ટ – બાદરપુરા” ને જાણ કરતાં તાબડતોડ ઘટના સ્થળે પહોંચી, સંસ્થાના કર્મચારીઓ દ્વારા સાડા સાત (૭.૫)ફૂટના બિનઝેરી અને બિનહાનિકારક અજગર સાપને સુરક્ષિત રીતે જાળમાંથી બહાર કાઢી ગ્રામજનો ને લૂપ્ત થતા સાપો બચાવવા (રક્ષણ) કરવા અંગેની માહિતી આપવામાં આવી હતી , અજગરને સલામત રીતે ગ્રામજનો ને સાથે રાખીને તેના કુદરતી નિવાસસ્થાને છોડવામાં આવ્યો હતો.

અહેવાલ- જગદીશ પ્રજાપતિ, અરવલ્લી