નરેશ પટેલની ભેટ: સોમનાથમાં નવી સિસ્ટમ શરૂ, શિવભક્તો મંદિરના 151 ફૂટ ઉંચા ગગનચુંબી શિખરે ઘ્‍વજારોહણ કરી શકશે

0
1235

નવી સીસ્‍ટમ થકી સોમનાથ મંદિરના શિખર પર થતુ ઘ્‍વજારોહણ

  • યાંત્રિક સિસ્ટમ થકી ભાવિક સ્‍વહસ્‍તે દોરી વડે પોતાની ઘ્‍વજા મંદિરના શિખર પર ફરકાવી શકશે
  • નવી સિસ્ટમ થકી પ્રથમ ઘ્‍વજા દાતા ખોડલઘામના નરેશભાઇ પટેલએ પરિવાર સાથે સ્‍વહસ્‍તે ચડાવી ઘ્‍નયતા પ્રાપ્‍ત કરી

વિશ્વ પ્રસિદ્ધ પ્રથમ આદિ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરના 151 ફૂટ ઉંચા ગગનચુંબી શિખર પર લહેરાતી 52 ગજની ધ્વજા આજથી ભાવિકો સ્વહસ્તે ચડાવી શકે તેવી સિસ્ટમ કાર્યરત કરી દેવામાં આવી છે. ઘ્‍વજા ચડાવવાની નવી વ્યવસ્થાના દાતા ખોડલધામ સંસ્‍થાના અધ્યક્ષ નરેશભાઈ પટેલ હોય તેમણે જ આજે સહપરિવાર સોમનાથ ખાતે આવી નવી વ્યવસ્થાનો શુભારંભ કરાવી તેમના સ્વહસ્તે પ્રથમ ઘ્‍વજારોહણ કરી ધન્ય બન્યા હતા.

ખોડલઘામ મંદિર ખાતે ઘ્‍વજા ચડાવવા માટેની કાર્યરત સિસ્ટમ સોમનાથ મંદિર ખાતે ફીટ કરી કાર્યરત કરાવી આપવા ખોડલઘામના અઘ્‍યક્ષ નરેશભાઇ પટેલએ ઇચ્‍છા વ્‍યક્ત કરી હતી. જેને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવીણભાઈ લહેરી અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ આવકારી સહમતિ આપી હતી. જેથી ત્રણેક માસ અગાઉ સોમનાથ મંદિર ખાતે સિસ્ટમ ફીટ કરવા માટે સર્વે થયો હતો. બાદમાં સિસ્ટમ ફીટ કરવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી હતી. જે તાજેતરમાં પૂર્ણ થતા ટેસ્‍ટીંગ પણ કરવામાં આવ્યું હતું. જે સફળ રહેતા વિઘિવત રીતે સોમનાથ મંદિરે આવતા ભાવિકો માટે નવી સિસ્ટમ કાર્યરત કરવાનું નક્કી કરાયું હતું. આજથી જ ઘ્‍વજા ચડાવવાની નવી સિસ્ટમને ભાવિકો માટે ખુલ્‍લી મુકવામાં આવી હતી. આજે આ નવી સિસ્ટમના દાતા ખોડલઘામના અઘ્‍યક્ષ નરેશ પટેલે પરિવારજનો સાથે પ્રથમ ઘ્‍વજા રોહણ કરી નવી વ્‍યવસ્‍થાનો શુભારંભ કરાવી ઘન્‍યતા પ્રાપ્ત કરી હતી.

પરીસરમાંથી નવી સીસ્‍ટમ થકી સ્‍વહસ્‍તે ઘ્‍વજારોહણ કરતા દાતા નરેશભાઇ પટેલનું પરીવાર

પરીસરમાંથી નવી સીસ્‍ટમ થકી સ્‍વહસ્‍તે ઘ્‍વજારોહણ કરતા દાતા નરેશભાઇ પટેલનું પરીવાર

નવી સિસ્ટમ થકી આ રીતે ઘ્‍વજારોહણ થશે

આ સિસ્ટમ અંગે ઇન્‍ચાર્જ જીએમ અજય દુબેએ જણાવેલ કે, સોમનાથ મંદિરના 151 ફૂટ ઉંચા શિખર પર ધ્વજા ચડાવવા માટે શિવ ભકતો મંદિરની બહાર જમીન ઉપર ઉભા રહી દોરી પકડી રાખી તેના થકી શિખર ઉપર ધ્વજા સ્વહસ્તે ચડાવી શકશે. આ યાંત્રિક સિસ્ટમથી ચડનારી ધ્વજા શિવભકતો ખુદ સ્‍વહસ્‍તે શિખર સુધી ચડાવી શકશે અને શિખર પરથી અગાઉની ફરકી રહેલ ધ્વજા ફરી નીચે મંદિર પરિસરમાં આવી જશે. જે માટે મંદિરના શીખરથી લઈ નીચે જમીન સુધી દોરડા ફીટ કરવામાં આવ્યા છે. આમ, આજથી સ્વહસ્તે ભાવિક પોતે મંદિરના શિખર પર ઘ્‍વજા ચડાવે છે એવી દિવ્ય અનુભૂતિ કરતા થયા છે. આ નવી સિસ્ટમ ફીટ કરી કાર્યરત કરવા પાછળ ત્રણ લાખનો ખર્ચ થયો છે. જે તમામ ખર્ચ ખોડલઘામના નરેશભાઇ પટેલે દાન સ્‍વરૂપએ આપી છે. આ પ્રકારની ઘ્‍વજા ચડાવવાની સિસ્ટમ ખોડલધામ મંદિર ખાતે કાર્યરત છે.

ઘ્‍વજાનું પૂજન કરતા ખોડલઘામના નરેશભાઇ પટેલ

ઘ્‍વજાનું પૂજન કરતા ખોડલઘામના નરેશભાઇ પટેલ

અત્‍યાર સુઘી આ રીતે ઘ્‍વજા રોહણ થતું

અત્રે નોંધનીય છે કે, સને.1951 માં સોમનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થયા બાદ છેલ્લા 70 વર્ષથી સોમનાથ મંદિરના શિખર પર ધ્વજા ચડાવવાનું કાર્ય ટ્રસ્ટના કર્મચારી સીડીની નિયત વ્યવસ્થા મુજબ કરી રહ્યા હતા. અત્યાર સુધી સોમનાથ મંદિર ખાતે ભાવિકો ધ્વજાપૂજા લખાવે એટલે તેના નિયત દિવસ અને સમયે મંદિર પરિસરમાં ભાવિકો સહપરિવાર ધ્વજપૂજા કરતા અને તે સંપન્ન થયા બાદ મંદિરના કર્મચારી મંદિરના શિખરે ધ્વજા ચઢાવવા ઉપર જતા હતા અને આ સમયે ભાવિકો નીચે ઉભી પોતાની ચઢતી ઘ્‍વજા નિહાળી હર.. હર.. મહાદેવના ગગનભેદી નાદ કરી ઘ્‍વજાને વંદન કરતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here