રાજકોટ : ઇલેક્ટ્રિક બસની ટ્રાયલમાં ઉપસ્થિત રહી પરફોર્મન્સની સમીક્ષા મ્યુનિ. કમિશનર અમિત અરોરા

0
301

 રાજકોટ શહેરના લોકોને અવર-જવર માટે સેવા આપી રહેલ રાજકોટ રાજપથ લી.ની સિટી બસ અને BRTS બસનાં કાફલામાં હવે ટૂંક સમયમાં ઇલેક્ટ્રિક બસનો ઉમેરો થનાર છે ત્યારે, આજે સોમવારે તા. ૨૬-૦૭-૨૦૨૧ના રોજ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ ઇલેક્ટ્રિક બસમાં બેસી તેના પરફોર્મન્સની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત ૮૦ ફૂટ રોડ પર અમુલ સર્કલ પાસેના સિટી બસ ડેપો, એન્જિનિયરિંગ સ્ટોર, ઢોર ડબ્બાની મુલાકાત લીધી હતી.

મ્યુનિ. કમિશનર અમિત અરોરા, ત્રણેય નાયબ કમિશનરઓ આશિષ કુમાર, એ.આર. સિંહ અને ચેતન નંદાણી, આર.આર.એલ.ના જી.એમ. જયેશ કુકડીયા, એડીશનલ સિટી એન્જિનિયર એમ.આર.કામલિયા, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, પી.એ.(ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી વગેરે સહિત આશરે ૩૫ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓએ ૮૦ ફૂટ રોડ પર અમુલ સર્કલ પાસેના સિટી બસ ડેપો ખાતેથી ઇલેક્ટ્રિક બસમાં બેસી ભક્તિનગર રેલ્વે સ્ટેશન પાસેના સર્કલ સુધી મુસાફરી કરી હતી. જે દરમ્યાન કમિશનરએ બસની બેટરી, કૂલિંગ વગેરે સહિતના પરફોર્મન્સની સમીક્ષા કરી હતી.

આ ઉપરાંત કમિશનરએ ૮૦ ફૂટ રોડ પર અમુલ સર્કલ પાસેના સિટી બસ ડેપો તૈયાર કરવાની હાલ ચાલી રહેલી કામગીરીની પ્રગતિ પણ નિહાળી હતી. સાથોસાથ અમુલ સર્કલ પાસે આવેલા મહાનગરપાલિકાનાં એન્જિનિયરિંગ સ્ટોરની મુલાકાત લઈ મહાનગરપાલિકાની વિવિધ સાધનોની આવશ્યકતા અનુસાર સાધનોનો જરૂરી સ્ટોક મેઇન્ટેઇન થાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. દરમ્યાન અમુલ સર્કલ નજીક આવેલા ઢોર ડબ્બાની મુલાકાત લઈ કમિશનરએ ત્યાંની સમગ્ર વ્યવસ્થા નિહાળી હતી.