ભાઈ બહેનનૉ નિસ્વાર્થ પ્રેમ એટલે રક્ષાબંધન કહેવાય
ભાઈ લોખંડની બેડી તૉડી શકે પણ બહેને બાંધેલી કાચા સૂતરની (રાખડી) નું બંધન તોડી શકતો નથી એવો આજનો રક્ષા બંધન નો પવિત્ર દિવસ

આવીજ રીતે સમાજના ઘણા એવા પરીવાર પણ છે જેનું કોઈ નથી હોતું અથવા તો જે એકદમ ગરીબી રેખા હેઠળ જીવતા હોય છે સમાજમાથી ભીક્ષા માંગી ને પોતાનુ ગુજરાન ચલાવતા હોય છે એમાંના એક હુલામણા નામથી ઓળખાય છે ( પોપટ ) ભીક્ષુક અને એમના પવિત્ર હ્દય અને પવિત્ર હાથથી રાખડી બાંધવી એવા શ્રી અશોકભાઈ સગર પૂર્વ નગર સેવક ,( મારા મિત્ર ) અને બીજા બંધુ એવા મેહુલભાઈ ભરતભાઈ પેંડાવાળા આ બંન્ને મિત્રો એ એક ભીક્ષુક ના ભાઈ બનીને આજનાં આ પવિત્ર દિવસે ભાઈ બહેનો પવિત્ર પ્રેમ કેવો હોય છે એનુ એક અલગ ઉદાહરણ આપ્યું છે એવા અશોકભાઈ અને મેહુલભાઈ ને ખુબ ખુબ શુભકામનાઓ.
અહેવાલ:- કૌશિક વાજા ,ભાવનગર