અરવલ્લી : બાયડમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન અંતર્ગત વેપારીઓ માટે વેક્સીનેશન કેમ્પ યોજાયો.

0
64

રાજ્ય સરકાર દ્વારા તમામ વેપારીઓએ વેક્સિન લઈ લેવા માટે તાકીદ કરતા બાયડ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા ૨૦થી વધુ કેન્દ્રો પર વેક્સિનેશન કેમ્પો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના મોટા વેપારીઓ રસી લેવા માટે નો ખાસ કાર્યક્રમ હોવાથી વેપારીઓમાં પણ રસી લેવા માટેનો ઉત્સાહ જોવા મળ્યો હતો જેમાં વ્યાપારી ગતિવિધિ કરતા તમામે તેમજ લારી ગલ્લાવાળા પણ ઉત્સાહથી રસી ના પ્રથમ ડોઝ બાકી હોય તેમણે પ્રથમ ડોઝ લીધો હતો જ્યારે જેને બીજો ડોઝ બાકી હોય તેને બીજો ડોઝ લીધો હતો બાયડ તાલુકાના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ તાલુકાના જુદા જુદા ૨૦થી વધુ કેન્દ્રો પર વેક્સિનેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી બાયડમાં પણ આઠ કેન્દ્ર પર રસીકરણ કરવામાં આવ્યું હતું જેમાં બાયડ બસ સ્ટેશન એ.પી.એમ.સી માર્કેટ યાર્ડ સામુહિક આરોગ્ય કેન્દ્ર ગાબટ સાઠંબા ડેમાઇ સહિત વિવિધ જગ્યાએ રસીકરણ ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ કામગીરીમાં બાયડ પ્રાંત અધિકારી વિમલભાઈ બારોટ, બાયડ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર ધર્મેન્દ્ર પરમાર, અર્બન મેડિકલ ઓફિસર મનીષાબેન પટેલ તેમજ બાયડ માર્કેટ યાર્ડના સેક્રેટરી જીગ્નેશભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં માર્કેટ યાર્ડ બાયડના કેન્દ્રથી રસીકરણ ની શરૂઆત કરવામાં આવી હતી તેમજ બાયડના તમામ નાગરિકો રસીકરણ કરે અને કરાવે તેની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

અહેવાલ- જગદીશ પ્રજાપતિ, અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here