ગોંડલના ભોજપરા ગામેં ભાભીના ખરખરામાં આવેલ નણંદનું હાર્ટ એટેકથી નિધન થયું

0
13949

એમ.કોમ નો અભ્યાસ પૂર્ણ કરી ઘરે આવેલ દીકરીના લગ્ન માટે ની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી.

પડધરી તાલુકાના ભાયુના દોમડા ગામે સાસરું ધરાવતી ગોંડલની દીકરી ભોજપરા ગામે કૌટુંબિક ભાભીનું નિધન થતા ખરખરાના કામે આવ્યા હતા દરમ્યાન ક્ષણભરમાં જ હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા મોત નિપજતા પરિવાર શોકમગ્ન બન્યો હતો.

ગોંડલ શહેરના ભોજરાજપરા વિસ્તારમાં રહેતા મનસુખભાઈ બાબુભાઈ બાબરીયા ના પડધરી તાલુકાના ભાયુના દોમડા ગામે રહેતા બહેન સુરેખાબેન બટુકભાઈ ગોંડલીયા (ઉંમર વર્ષ 51) ગોંડલ તાલુકાના ભોજપરા ગામે રહેતા કૌટુંબિક ભાભીનું નિધન થતા ખરખરા ના કામે આવ્યા હતા દરમિયાન હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા સારવાર માટે ગોંડલ શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ તેઓનું રસ્તામાં જે પ્રાણ પંખેરૂ ઉડી જતા પરિવાર શોકમગ્ન બન્યો હતો. સુરેખાબેનના મૃતદેહને મુક્તેશ્વર સેવા ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફત ભાયુના દોમડા ગામે ખસેડાયો હતો. સુરેખાબેન અને તેમના પતિ બટુકભાઈ પરિવાર સાથે સમગ્ર ગ્રામજનોના સુખ દુઃખમાં ભાગીદાર થતા હતા તેમજ બટુકભાઈ દ્વારા સમાજસેવા થી લઈ સ્મશાન સુધી ની સેવા કરવામાં આવી રહી હોય તેઓ ઉપર અચાનક આવી પડેલા આપતિથી ગ્રામજનોએ ઘેરોશોક અનુભવ્યો હતો.

સુરેખાબેનની પુત્રી થોડા સમય પહેલાં જ એમ કોમનો અભ્યાસ પૂર્ણ કરી ઘરે પરત આવી હતી અને હોંશે હોંશે તેના લગ્નની તૈયારીઓ કરી રહ્યા હતા પરંતુ અકાળે અનંતની વાટ પકડી લેતા પરિવાર શોકમાં ગરક થવા પામ્યો હતો.