કેવી રીતે ચાર ભાઈઓ નાના શહેરમાં શરુ કરેલ સામાન્ય આઈસ્ક્રીમ દુકાન ને 259 કરોડના ટર્નઓવર વાળી FMCG કંપનીમાં રૂપાંતરિત કરી, જાણો ન્યુઝ અપડેટ્સ પર

0
456

કેવી રીતે ચાર ભાઈઓ દિનેશભાઈ ભુવા, જગદીશભાઈ ભુવા, ભુપતભાઈ ભૂવા અને સંજયભાઈ ભૂવાએ નાના શહેરમાં શરુ કરેલ સામાન્ય આઈસ્ક્રીમ દુકાન ને 259 કરોડના ટર્નઓવર વાળી FMCG કંપનીમાં રૂપાંતરિત કરી ?

જીવનની સ્થિતિ અને દિશા તેના પર નિર્ભર છે કે આપણે કેવી રીતે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરીએ છીએ.આવી જ એક પ્રેરણાદાયક સફર શીતલ કંપની ની છે.ગુજરાતનો એક નાનો જિલ્લો અમરેલી, આ અમરેલી શહેરમાં જ શીતલ કંપની એ પોતાની બ્રાન્ડની શરૂઆત કરી હતી, જેમાં ચાર ભાઈઓ એ સાથે મળીને એક નાની પાન-કોલ્ડડ્રિંક અને આઈસ્ક્રીમની દુકાન ની શરૂઆત કરી હતી.તેમની ઉદ્યોગસાહસિક યાત્રા 1985 માં શરૂ કરી હતી. તેના પિતા દકુભાઇ ખેડૂત હતા, જેવો વધુ સારી આજીવિકાની શોધમાં જિલ્લા મથક અમરેલી આવ્યા હતા.જેવો આજીવિકાના મુખ્ય સ્ત્રોતથી વંચિત, પરિવાર એક નવી તક શોધી રહ્યા હતા,જ્યારે તે જ વર્ષે અમરેલીમાં વાર્ષિક જન્માષ્ટમી મેળો ભરાયો હતો જેમાં લસ્સી (દહીં) અને આઈસ્ક્રીમનો નાનો સ્ટોલ લગાવવાનો નિર્ણય કર્યો હતો.

તેમાં પોતાનું નસીબ અજમાવવાનું વિચાર્યું હતું.અમરેલીના બસ સ્ટેન્ડ પાસે જગદીશભાઈ એ 1987 માં એક કામચલાઉ દુકાન ખોલી હતી. તે પાન-કોલ્ડડ્રિંક અને આઈસ્ક્રીમની દુકાન હતી, જેને જગદીશભાઈ અને દિનેશભાઈ એ સંભાળી હતી.આગળ જતા, આ દુકાન આઈસ્ક્રીમના વ્યવસાયનો પાયો નાખવામાં મહત્વ ની સાબિત થઈ. સંજયભાઈ કહે છે કે “અમરેલીમાં આઇસક્રીમ વેચતી ખુબ ઓછી દુકાનો હતી અને ભાગ્યે જ કોઈ મોટી કંપની હતી, કારણ કે ત્યારબાદ ગુજરાત રાજ્યમાં કલાકો વીજળી કાપવાનો સામનો કરવો પડતો હતો.

દુકાનદારો દુકાનમાં આઈસ્ક્રીમ રાખતા ન હતા. કારણકે ઇન્વર્ટર અને પાવર-બેકઅપ નો ખર્ચ તમામ લોકો ને પરવડી શકે તેમ ન હતો.”સંજયભાઈ સંઘર્ષના દિવસો યાદ કરતા જણાવે છે કે “અમે બાઇક અને ઓટો રિક્ષામાં દુકાનોની મુલાકાત લેવાનું શરૂ કર્યું, ત્યાં થી ઓર્ડર લઈ અને ડિલિવરી કરવાની શરૂઆત કરી.વ્યવસાયના શરૂઆતના દિવસોમાં અમે ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો.”સૌથી મોટા દિનેશભાઈ કહે છે કે 1995 માં અમે લસ્સી અને આઈસ્ક્રીમ જેવા ડેરી ઉત્પાદનો બનાવવાનું શરૂ કર્યું.

જગદીશભાઈ અને મેં ઘરે જ ઉત્પાદનો બનાવ્યા. તેઓ સ્વાદિષ્ટ હતા અને લોકોમાં આ ઉત્પાદનો ની માંગ વધવા લાગી હતી.શરૂઆત માં અમે ચોકો અને નારંગી આઈસ્ક્રીમ કેન્ડી બનાવવાનું શરૂ કર્યું. ટૂંક સમયમાં, ઉત્પાદન લોકપ્રિય બની ગયું હતું. સાથે લોકોએ ઉત્પાદનો ખરીદવાનું શરૂ કર્યું અને અમે રાત-દિવસ ઉત્પાદનો બનાવાનું શરુ રાખ્યું અને સાથે જ અમે “શીતલ” નામ રાખ્યું.દિનેશભાઈ કહે છે 1997 નું વર્ષ અમારા માટે દુઃખદ વર્ષ રહ્યું હતું. કારણ કે આ વર્ષે 25 વર્ષીય જગદીશભાઈ નું મૃત્યુ થયું હતું. તે ભાઈઓને મોટો આઘાત સમાન હતું “તેમણે તનતોડ મહેનત કરીને શીતલ કંપની ને લોકપ્રિય બનાવવા માટે તમામ શક્ય પ્રયત્ન કર્યા હતા.જો કે, આ નુકસાનથી બીજા ભાઈઓ ને કંપનીને નવી ઉંચાઈ પર લઈ જવાના જગદીશભાઈ નું સ્વપ્ન હાંસલ કરવા માટે વધુ સંકલ્પબદ્ધ બન્યાં હતાં,અવસાન બાદ ત્રણ વર્ષ પછી, તેણે શીતલ ઇન્ડસ્ટ્રીઝ, એક માલિકીની કંપની અને અમરેલીમાં વ્યવસાયની નોંધણી કરાવી અને લગભગ 1000 ચોરસ મીટર જગ્યા ખરીદી ને કામ ચાલુ કર્યું.સંજયભાઈ કહે છે કે અમે લગભગ 17-20 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે અને 150 લિટર દૂધની ક્ષમતાવાળા પ્લાન્ટ બનાવ્યો અને તેમાં અમે આઇસક્રીમ અને બીજા દૂધનું ઉત્પાદન કરવાનું ચાલુ કર્યું.

આ સાહસ વધુ તાકાત સાથે આગળ વધ્યું, ખાનગી માલિકીથી 2017 માં સૂચિબદ્ધ કંપનીની સફળ સફર રહી હતી 2019 માં, શીતલે આશરે 15 કરોડનું રોકાણ કર્યું હતું અને ફોજન ખોરાક અને નાસ્તાની વસ્તુઓમાં વિવિધતા લાવાનો પ્રયત્ન કર્યો હતો.

પરંતુ તે જ વર્ષે યુનિટમાં આગને કારણે લગભગ 2 કરોડ 20 લાખનું નુકસાન થયું હતું.તે એક મોટું નુકસાન હતું, અને અમારા મોટાભાગના ઉપકરણો અચાનક નાશ પામ્યા હતા. પરંતુ અમે હાર માની ન હતી અને માત્ર બે વર્ષમાં સખત મહેનત કરી, અમારી નુકશાની પાછી મેળવી હતી.કંપની હાલમાં 300 થી વધુ વસ્તુઓ જેવી કે મીઠાઈઓ, નાસ્તા, વિવિધ પ્રકારનાં આઈસ્ક્રીમ અને લસ્સી ઉત્પાદન કરે છે.

સાથે આ સમયે તેમનું બજાર ગુજરાતથી આગળ વધીને હવે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીર સહિતના અન્ય રાજ્યોમાં તેમની હાજરી નોંધાવા માં સફળ રહ્યા છે.

ભૂપતભાઈ કહે છે કે અમે બે વર્ષ પહેલાં પ્રશ્ચિમ રેલ્વે સાથે અમારા ઉત્પાદનોની નોંધણી કરાવી હતી અને ગુજરાતના 10 રેલ્વે સ્ટેશનો પર અમારા સ્ટૉલ છે. હાલ અમે ઑસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને સિંગાપોરમાં પણ નિકાસ કરી રહ્યા છીએ.આજે કંપની 30,000 થી વધુ આઉટલેટ્સમાં તેના ઉત્પાદનો વેંચાણ કરે છે.શીતલ કંપની વિઝનરી કંપની છે તેઓ વર્ષ 2030 સુધીમાં ભારતભરની ટોચની કંપનીમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરવાનું લક્ષયાંક ધરાવે છે. સાથે જ઼ પરિવારની નવી પેઢી પણ આ વ્યવસાયમાં જોડાઈ છે.

દિનેશભાઈ ના 30 વર્ષીય પુત્ર હાર્દિક અને 24 વર્ષીય પુત્ર કેવલ ,ભૂપતભાઈ ના 20વર્ષીય પુત્ર યશ અને સંજયભાઈનાં 18 વર્ષીય પુત્ર જીત ને આ જવાબદારી સોંપવામાં આવી છે.સકારાત્મક વિચારસરણીની સાથે, ધૈર્ય અને વિશ્વાસ સાથે કરવામાં આવેલ સખત પરિશ્રમ વ્યક્તિને સફળતા તરફ દોરી જાય છે.આ વાક્ય શીતલ કંપની એ સાબિત કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here